તહેવારોની સિઝન સાથે જ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025નો પ્રારંભ થયો છે. ભાવમાં ઘટાડા ઉપરાંત એમેઝોન SBI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 HP, Dell અને અન્ય કંપનીઓના સસ્તા લેપટોપ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે
તહેવારોની સિઝન સાથે જ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. અમેરિકન સ્થિત ઈ કોમર્સ જાયન્ટ દ્વારા તેના દ્વારા દર વર્ષે યોજાતા આ સેલમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપેક્ષા છે. ભાવમાં ઘટાડા ઉપરાંત એમેઝોન SBI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે. લેપટોપમાં અપગ્રેડ કરવા ઇચ્છતા લોકો માટે આ એક સારી તક છે . HP, Dell, Acer, Asus અને Lenovo જેવા બ્રાન્ડ્સના લેપટોપ ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે.જો તમારું બજેટ રૂ. 40,000 થી ઓછું હોય, તો પણ તમે 13th Gen Intel Core i3 પ્રોસેસર તેમજ Ryzen 3 પ્રોસેસરથી સજ્જ લેપટોપ ખરીદી શકશો. આ ભાવ આસપાસ તમને 16GB સુધીની રેમ અને 512GB ઇન-બિલ્ટ સ્ટોરેજ સાથે લેપટોપ મળશે.
સેલ દરમ્યાન Lenovo V15 G4 લેપટોપમાં ખૂબ જ આકર્ષક ડીલ આપવામાં આવી રહી છે. જેમાં, AMD Ryzen 5 પ્રોસેસર અને 16GB DDR5 રેમ અને 512GB SSD સ્ટોરેજ સાથે સામાન્યરીતે રૂ. 54,900 માં મળતું લેપટોપ માત્ર રૂ. 34,980 માં મળી રહ્યું છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 દરમ્યાન રૂ. 40,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળતા લેપટોપની એક યાદી અમે તૈયાર કરી છે અને તે પ્રમાણે HP 15 (Intel Core i3) રૂ. 53,933 ને બદલે રૂ. 36,990 માં મળશે. Dell Vostro (Intel Core i3) રૂ. 54,479 ને બદલે સેલ દરમ્યાન રૂ. 36,990 માં, Acer Aspire Lite (AMD Ryzen 3) રૂ. 46,990 ને બદલે રૂ. 26,990 માં, Asus Vivobook 15 (Intel Core i3) રૂ. 51,990ને બદલે ડિસ્કાઉન્ટ પછી રૂ. 33,990માં, Lenovo V15 G4 (AMD Ryzen 5) રૂ. 54,900 ને બદલે ઘટાડા પછી રૂ. 34,980માં તેમજ Dell 15 (Intel Core i3) જેનો ભાવ રૂ. 49,518 છે તે સેલ દરમ્યાન રૂ. 33,990માં મળશે.
સ્માર્ટ ટીવી, સ્માર્ટફોનફોન, સ્માર્ટવોચ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, હોમ એપ્લાયન્સિસ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને પીસીમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આ સેલ દરમ્યાન મળી રહેશે. તેની જાણકારી અગાઉ આપવામાં આવી છે.
જાહેરાત
જાહેરાત