એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું અને તેમાં સેલના પહેલા 48 કલાકમાં 3.8 કરોડથી વધુ ભારતીયોએ વેબસાઈટની મુલાકાત લીધી હતી.
Photo Credit: Asus
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 Asus તરફથી AI ઉત્પાદકતા લેપટોપ પર શ્રેષ્ઠ ડીલ્સ ઓફર કરી રહ્યું છે
ઈ-કોમર્સ જાયન્ટ ગેમિંગ લેપટોપ અને AI પ્રોડક્ટિવિટી લેપટોપ સહિતના લેપટોપ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું અને તેમાં સેલના પહેલા 48 કલાકમાં 3.8 કરોડથી વધુ ભારતીયોએ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં 70 ટકા લોકો 9 મહાનગરમાંથી હતા. જરૂરિયાતોને આધારે, તમે ગેમિંગ માટે અથવા રોજિંદા ઉપયોગ માટે લેપટોપ ખરીદી શકો છો. ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય ઓફર દ્વારા ભાવમાં વધુ ઘટાડો મેળવી શકશો.એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 દરમિયાન વિવિધ બ્રાન્ડ Asus, HP, Lenovo, Dell, Acer સહિતની કંપનીઓના રૂ. 80,000 થી ઓછી કિંમતના AI પ્રોડક્ટિવિટી લેપટોપ ખરીદી શકો છો. એમેઝોન દ્વારા ચાલી રહેલા સેલ દરમ્યાન લેપટોપમાં મળી રહેલા ડિસ્કાઉન્ટ અંગેની માહિતી અમે એકત્ર કરીને અહીં રજૂ કરી છે.
જેમાં, Asus Vivobook S16 (Intel Core Ultra 7 255H) જેનો ભાવ રૂ. 1,14,990 છે તે હાલમાં સેલ હેઠળ માત્ર રૂ. 74,990માં ખરીદી શકાશે. HP OmniBook 5 (AMD Ryzen AI 7 350) રૂ. 99,526 ને બદલે રૂ. 71,990માં, Lenovo IdeaPad Slim 5 (AMD Ryzen AI 7 350) રૂ. 1,25,890ને બદલે રૂ. 71,990માં, Dell DB16255 (AMD R7-350 AI) રૂ. 1,01,068 ને સ્થાને ડિસ્કાઉન્ટ પછી રૂ.. 63,490માં, Acer Aspire Go 14 (Intel Core Ultra 5 125H 14th Gen)રૂ. 72,999 ને બદલે રૂ. 51,990માં, HP OmniBook 5 OLED (Snapdragon X) રૂ. 88,225 ને સ્થાને રૂ. 69,990માં તેમજ Dell DB04255 (AMD R7-350 AI) રૂ. 1,11,985 ને સ્થાને તમે રૂ. 76,990માં અને Lenovo Yoga Slim 7 (Intel Core Ultra 5 125H) રૂ. 1,25,890 ને સ્થાને રૂ. 60,490માં ખરીદી શકશો.
એમેઝોન દ્વારા સીધા ભાવ ઘટાડા ઉપરાંત અન્ય ઓફર હેઠળ ભાવમાં વધુ ભાવ ઓછા કરી શકાય છે. જેમાં, કેશબેક ઑફર્સ, એક્સચેન્જ બોનસ, વ્યાજમુક્ત ઈએમઆઈ અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂ. 1,500 સુધીનું તાત્કાલિક 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આમ, તમામ ડિસ્કાઉન્ટ ઉમેરતા ગ્રાહકો લેપટોપ ખરીદીમાં અંદાજિત રૂ. 65,000 સુધીની બચત કરી શકે છે.
સેલ દરમ્યાન હોમ થિયેટર સિસ્ટમ્સ તેમજ રૂ. 30,000 થી ઓછી કિંમતના બજેટ લેપટોપ અને રૂ. 25,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોન પર ચાલી રહેલી આકર્ષક ઓફર પણ તમે ચકાસી શકો છો.
જાહેરાત
જાહેરાત