Asus Vivobook 14માં વિન્ડોઝ 11 સાથે કોપીલોટ આપવામાં આવ્યું છે જેથી વપરાશકાર આધુનિક AI ફીચરનો ઉપયોગ કરી શકે.
Photo Credit: Asus
Asus Vivobook 14 (X1407QA) માં સમર્પિત કોપાયલટ કી છે
Asus દ્વારા 14 ઇંચની LCD સ્ક્રીનવાળુ નવું Asus Vivobook 14 ભારતીય બજારમાં મૂક્યું છે. આ લેપટોપમાં સ્નેપડ્રેગન X પ્રોસેસર અને 16GB રેમ આપવામાં આવી છે. આપણે આજે તેની કિંમત અને તેના ફીચર્સ તેમજ સ્પેસિફિકેશન વિશે જાણીશું. વિવોનું આ લેપટોપ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટમાંથી ખરીદી શકાશે. Asus Vivobookને સોમવારે જ લોન્ચ કરાયું હતું અને તેમાં 14 ઇંચનો ડિસ્પ્લે ફૂલ એચડી રિસોલ્યુશન (1,920×1,200 પિક્સલ), આસ્પેક્ટ રેશિઓ 16:10 તેમજ 60Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ લેપટોપમાં વિન્ડોઝ 11 સાથે કોપીલોટ આપવામાં આવ્યું છે જેથી વપરાશકાર આધુનિક AI ફીચરનો ઉપયોગ કરી શકે.
આ લેપટોપમાં 180 ડિગ્રીની હિન્જ બેસાડવામાં આવી છે આથી તેને સપાટ રાખીને તેનો ઉપયોગ કરી શકાશે. તેમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન X (X1-26-100) પ્રોસેસર અને સાથે 2.97 GHz સુધીની પિકલોક સ્પીડ તેમજ ક્વાલકોમ એડ્રેનો સમન્વિત GPU આપવામાં આવ્યું છે. આ તમામ ફીચરને કારણે લેપટોપ AI આધારિત સહિતના કાર્યો અસરકારકરીતે કરી શકશે. Asus Vivobook 14માં 16GB LPDDR5x RAM તેમજ 512 GB PCIe 4.0 નોન-વોલેટાઇલ મેમરી એક્સપ્રેસ (NVMe) ડ્રાઇવ્સ પરંપરાગત SATA ઇન્ટરફેસનો ઉપયોગ કરવાને બદલે સીધા મધરબોર્ડ પર પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ એક્સપ્રેસ (PCIe) સ્લોટ સાથે જોડાય છે, જેના પરિણામે ડેટા ટ્રાન્સફર ઝડપ વધુ હોય છે. બીજી બાજુ, M. 2 SSD સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. વિડીયોકોલ અને કોન્ફરેન્સ માટે લેપટોપ full-HD IR કેમેરા પ્રાઇવસી શટર અને વિન્ડો હેલો સપોર્ટથી સજ્જ છે.
ભારતમાં વીવો 14 લેપટોપની કિંમત રૂ. 65,990 રાખવામાં આવી છે. Asus Vivobook ૨૨ જુલાઈથી ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ તેમજ કંપનીના એસસ ઈ શોપ દ્વારા ખરીદી શકશે. કંપની દ્વારા હજુ સુધી આ લેપટોપ કયા કલરમાં ઉપલબ્ધ છે તે જણાવાયું નથી છતાં તેની ઇમેજ જોતા તે ડાર્ક ગ્રે ક્લરમાં મળશે તેમ લાગે છે.
તેમાં સિક્યોરિટી માટે માઈક્રોસોફ્ટ પ્લૂટોન ચિપ આપવામાં આવી છે, જે એક ક્રિપ્ટો પ્રોસેસર છે. આ ઉપરાંત તેમાં કર્સરને નિયંત્રિત કરવા એરગોસેન્સ ટચપેડ અને સ્માર્ટ જેસ્ચર ફીચર ઉમેરાયું છે. તેમાં બહારના અવાજ ઘટે તેવી તકનિક, કોપાયલટ કી સાથે ErgoSense કીબોર્ડ આપવામાં આવ્યું છે.
એસસનું વીવોબુક 14 (X1407QA) લેપટોપમાં ચાર યુએસબી પોર્ટ અપાયા છે. જેમાં બે યુએસબી 3.2 Gen 1 Type-A પોર્ટ રહેશે અને તે 5Gbps સુધીની ડેટા સ્પીડ આપી શકશે. અને બે USB 4.0 Gen 3 Type-C પોર્ટ અપાયા છે જે પાવર સપ્લાય અને ડિલિવરી તેમજ 40Gbps સુધીના ડેટા સ્પીડ આપી શકશે. આ સાથે3.5mm કોમ્બો ઓડિયો જેક સાથે HDMI 2.1 TMDS પોર્ટ પણ આપવામાં આવ્યું છે.
જાહેરાત
જાહેરાત