Photo Credit: Motorola
મોટો બુક 60 વિન્ડોઝ 11 હોમ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે
મોટોરોલાએ ભારતમાં Moto Book 60 લેપટો લોન્ચ કર્યું હતું. જે દેશમાં લેનોવોની માલિકીની બ્રાન્ડનું પ્રથમ લેપટોપ છે. આ લેપટોપ 14 ઇંચ 2.8K OLED ડિસ્પ્લે અને 65 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. જેમાં તમને 60Whની બેટેરી સાથે આવશે. લેપટોપમાં 32GB RAM અને 1 TB જેટલું સ્ટોરેજ જોવા મળશે. સાથે તેમાં Intel Core 7 240H પ્રોસેસર અપાયા છે. તમ આવતા સપ્તાહથી લેપટોપની ખરીદી કરી શકો છો.Moto Book 60 ની ભારતમાં કિંમત,Moto Book 60 Intel Core 5 સિરીઝના પ્રોસેસર સાથેના 16GB RAM + 512GBના વર્ઝનની કિંમત 69,999 છે પરંતુ લોન્ચિંગ સ્પેશિયલ કિંમત 61,999ની રાખવામાં આવી છે. ઉપરાંત 6GB + 512GB અને 16GB + 1TB રેમ અને ઇન્ટેલ કોર 7 સિરીઝ પ્રોસેસર સાથેના સ્ટોરેજ ધરાવતા પીસની કિંમત અનુક્રમે 74,999 અને 73,999 રૂપિયા રકહવામાં આવી છે. આ ડિવાઇસ બ્રોન્ઝ ગ્રીન અને વેજ વૂડ કલર્સમાં જોવા મળશે. જેનું વેચાણ Flipkart દ્વારા બપોરે 12 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
આ લેપટોપ Windows 11 હોમ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કાર્યરત રહેશે. જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 500nitsની હાઇ બ્રાઇટનેસ સાથેની 14 ઈંચની 2.8K OLED ડિસ્પ્લે આવશે. કંપની દ્વારા ડિસ્પ્લેમાં ડોલબી વિઝન , HDR સપોર્ટ અને TUV રેનલેન્ડ લો સરિફિકેશન આપવામાં આવ્યું છે. તેમાં બટન વિનાનું Mylar ટચપેડ આપવામાં આવ્યું છે. 32 GB DDR5 RAM અને 1 TBનું PCle SSD 4.0 સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
લેપટોપ યુઝર્સને વિન્ડોઝ હેલો ફેસ રેકગ્નિશન માટે 1080p વેબકેમ અને IR કેમેરો આપવામાં આવ્યો છે સાથે સિક્યુરિટી શટર પણ છે. ડિવાઇસમાં ડોલ્બી એટમોસ સાથે 2W ઓડિયો આઉટપુટ અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં બ્લૂટૂથ 5.4 અને Wi-Fi 7ની કનેક્ટિવિટી આપવામાં આવી છે.
સાથે જ લેપટોપમાં બે USB Type - A 3.2 Gen 1 પોર્ટ્સ, Type - Cના 3.2 Gen 1ના પોર્ટ્સ, Display Port, HDMI પોર્ટ, microSD કાર્ડ સ્લોટ અને 3.5mmનો એક ઓડિયો જેક આપવામાં આવ્યો છે. લેપટોપમાં AI આધારિત અનેક સુવિધાઓ મળશે. ડિવાઇસમાં PC, ફોન, ટેબલેટ અને TVની કનેકટીવીટી પણ આપવામાં આવી છે. ડિવાઇસની સુરક્ષા વધારવા માટે TMP 2.0 સુરક્ષા ચિપ આપવામાં આવી છે.
જાહેરાત
જાહેરાત