પ્રાઇમબુક 2 નિયો ૩૧ જુલાઈથી બજારમાં આવશે, લેપટોપમાં મીડિયાટેક હેલિયો G99 ચિપસેટ આપવામાં આવી છે.
Photo Credit: Primebook
પ્રાઇમબુક 2 નીઓમાં 6GB LPDDR4X રેમ અને 128GB UFS 2.2 સ્ટોરેજ હશે
Primebook 2 Neo ભારતીય બજારમાં આવવા સજ્જ થઈ રહ્યું છે અને કંપનીએ તેના ટીઝરમાં તેના ફીચર્સ અને ભાવ અંગેની જાણકારી આપી છે. આ પ્રમાણે પ્રાઇમબુક 2 નિયો ૩૧ જુલાઈથી બજારમાં આવશે અને તે પાઇમબુકની વેબસાઇટ, એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ પર મળી શકશે. આ લેપટોપમાં મીડિયાટેક હેલિયો G99 ચિપસેટ આપવામાં આવી છે. સ્થાનિક ટેક બ્રાન્ડ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું કે, તેઓ વધુ એક ડિવાઇસ બજારમાં લાવી રહ્યા છે. Primebook 2 Neo માં મીડિયાટેક મીડિયાટેક હેલિયો G99 પ્રોસેસર સાથે તેમાં 6GB રેમ આપવામાં આવી છે. તેમાં માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512GB સુધી એક્સપાન્ડેબલ સ્ટોરેજ પણ મેળવી શકાશે.
આ લેપટોપ કંપનીની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પ્રાઇમઓએસ પર સંચાલિત છે અને તે android 15 આધારિત primeOS 3.0 પર ચાલશે. આ એક 4G લેપટોપ રહેશે અને તે ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને યુવા શીખનારા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં, ઇનબિલ્ટ ઓન સ્ક્રિન AI આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે. તેની ડિઝાઇન એકદમ લાઇટવેઇટ અને દેખાવમાં પાતળું બનાવવામાં આવ્યું છે. તેના અગાઉના લેપટોપ કરતાં તેમાં વધુ સારી સ્પીડ, વધુ સ્ટોરેજ તેમજ એક સાથે અનેક કામ સારીરેટે કરી શકશે તેવી એક અપેક્ષા છે.
આ લેપટોપ દ્વારા સમર્પિત એપસ્ટોર થકી 50,000 જેટલા એન્ડ્રોઇડ એપ મેળવી શકાશે. તેમાં, AI કમ્પેનિયન મોડ રહેશે કે જે ઈનબિલ્ડ ઑનસ્ક્રીન AI આસિસ્ટન્ટ પૂરું પાડશે. આ ફીચરને કારણે વપરાશકાર આર્ટિકલ, પીડીએફ, વેબમાંથી મેળવેલી માહિતીનો સાર મેળવી શકશે. આ માટે તેમાં ઓપરેટર મોડ આપવામાં આવ્યો છે.
આ લેપટોપ ભારતમાં 31 જુલાઈએ લોન્ચ થશે અને તેની પ્રારંભિક કિંમત રૂ. 15,990 રાખવામાં આવી છે. તે એમેઝોન, ફ્લિપકાટ તેમજ Primebook કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકાશે. તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી કરનારા પહેલા 100 ગ્રાહકને તેઓ કિંમતમાં રૂ. 1000નો લાભ આપશે.
આ રજૂ થઈ રહેલા લેપટોપમાં એન્ડ્રોઇડ ગેમ માટે આવશ્યક ગેમિંગ ઓપ્ટિમાઇઝ મોડ તેમજ ઈન્ટિગ્રેટેડ કિમેપિંગ તેમજ સુધારેલા નેવિગેશન રહેશે. Primebook 2 Neo AI આધારિત ગ્લોબલ સર્ચ ફીચર આપવામાં આવ્યું છે અને તેના દ્વારા વપરાશકાર અનેક ફાઇલ, સેટિંગ્સ અને એપમાંથી સારીરીતે આવશ્યક માહિતી મેળવી શકશે. તે ફૂલ લિનક્સ અને વિન્ડોઝ ક્લાઉડ પીસી પ્રીલોડેડ રહેશે.
જાહેરાત
જાહેરાત