iQOO નો પ્રચલિત ફોન iQOO 13 પણ ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે Vivoની પેટા કંપની iQOO એ પણ તેના ઘણા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે

iQOO નો પ્રચલિત ફોન iQOO 13 પણ ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે

Photo Credit: iQOO

85 / 5,000 એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 ડિસ્કાઉન્ટેડ કિંમતે iQOO 13 ઓફર કરશે

હાઇલાઇટ્સ
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 હેઠળ iQOO સ્માર્ટફોનમાં ડિસ્કાઉ
  • iQOO 13 માં પણ ડિસ્કાઉન્ટની જાહેરાત
  • iQOO સ્માર્ટફોન ખરીદીમાં ગ્રાહક રૂ. 4,000 સુધીની બચત કરી શકશે
જાહેરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે,Vivoની પેટા કંપની iQOO એ પણ તેના ઘણા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જેમાં iQOO નો પ્રચલિત ફોન iQOO 13 પણ ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે. સેલ દરમ્યાન સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS), રેફ્રિજરેટર, વોશિંગ મશીન, પીસી, લેપટોપ અને સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ જેવા ઇલેક્ટ્રોનિક્સ પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે. આ સાથે જ તેમાં, કેશબેક ઑફર્સ, એક્સચેન્જ બોનસ અને વ્યાજમુક્ત EMI વિકલ્પો ઓફર કરશે.iQOO માં ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ EMI ઑફર્સ,એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 દરમિયાન iQOO સ્માર્ટફોન ખરીદીમાં ડિસ્કાઉન્ટની જાહેરાતને પગલે ગ્રાહક રૂ. 4,000 સુધીની બચત કરી શકે છે. જોકે, આ ડિસ્કાઉન્ટનો લાભ માત્ર એમેઝોન ઉપર નહીં પણ તેના iQOO ના સત્તાવાર ઓનલાઈન સ્ટોરમાં પણ મળશે.

કંપની દ્વારા તેના પસંદગીના સ્માર્ટફોન પર નો કોસ્ટ EMI ની સુવિધા પણ આપવાનું નક્કી કર્યું છે. તમે જો iQOO Z10R, iQOO Z10, iQOO Neo 10R, અથવા iQOO Neo 10 ખરીદો તો તેમાં તમે ત્રણથી છ મહિનાના વ્યાજમુક્ત EMIની સગવડ મેળવી શકો છો. અને તેમાં પણ તમે જો iQOO 13 ખરીદવા માંગતા હોય તો તેમાં તમને ત્રણ, છ અથવા નવ મહિનાના નો કોસ્ટ EMI નો લાભ મળશે.
એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ વગર પણ તમે આ ફોનમાં ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશો. વિવિધ ફોનમાં ડિસ્કાઉન્ટ પર નજર નાખીએ તો તે નીચે પ્રમાણે છે.

iQOO Z10 Lite જેનો સ્માન્યરીતે ભાવ રૂ. 9,998 છે તે સેલ દરમ્યાન રૂ. 8,999માં લઈ શકાશે.iQOO Z10x રૂ. 13,498 ને સ્થાનેડિસ્કાઉન્ટ પછી રૂ. 11,999 માં, iQOO Z10R રૂ. 19,498 ને સ્થાને રૂ. 17,499માં, iQOO Z10 સ્માર્ટફોન રૂ. 21,998 ને સ્થાને રૂ. 18,999માં, iQOO Neo 10R રૂ. 26,999 ને સ્થાને રૂ. 23,999માં, iQOO Neo 10 રૂ. 33,998ને સ્થાને રૂ. 29,999 માં અને iQOO 13 રૂ. 54,998 ને સ્થાને રૂ. 50,999માં મળશે.

આમ, જો તમે સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 એક સારી તક આપી રહ્યું છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »