ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને તે એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની સાથોસાથ જ ચાલશે
Photo Credit: Poco
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 માં Poco M7 Plus 5G (ચિત્રમાં) ડિસ્કાઉન્ટ પર મળશે
ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ હેઠળ Poco F7 5Gના ભાવ ઘટાડીને રૂ. 30000 કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Poco X7, M7 સિરીઝ સહિતના ભાવમાં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને તે એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની સાથોસાથ જ ચાલશે. તેમાં, વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેમકે, ફોન, સ્માર્ટવોચ, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો, વોશિંગ મશીન, સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ, રેફ્રિજરેટર, કોમ્પ્યુટર અને લેપટોપ વગેરેમાં ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ હેઠળ Poco F7 5G સ્માર્ટફોન બેંક ઓફર સાથે રૂ. . 28,999માં ઓફર કરાયો છે. Poco F7 5G સ્માર્ટફોનના 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા ફોનની લોન્ચ પ્રાઇઝ રૂ. 31,999 છે. Poco F7 5G ભારતમાં પહેલી જુલાઈએ લોન્ચ થયો હતો અને તેમાં, 12GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત લોન્ચ સમયે રૂ. 33,999 હતી. આ ફોનમાં 7,550mAh બેટરી આપવામાં આવી છે.
Poco X7 5G અને Poco X7 Pro 5G પણ પ્રમાણમાં ઓછા ભાવે ગ્રાહક ખરીદી શકશે. બેઝ મોડેલ Poco X7 5G અને Poco X7 Pro 5G અનુક્રમે રૂ. 14,499 અને રૂ. 19,999માં મળશે. આ ભાવમાં બેંક ઓફરનો પણ સમાવેશ થાય છે. આ મોડેલમાં 6,550mAh બેટરી આપવામાં આવી છે.
Poco X7 સિરીઝ ભારતમાં જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરાઈ હતી અને તે સમયે તેમાં Poco X7 5G ના 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 21,999 હતી, જ્યારે 256GB સ્ટોરેજ વિકલ્પની કિંમત રૂ. 23,999 હતી.
Poco X7 Pro 5G સ્માર્ટ ફોન 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે તેના લોન્ચ સમયે રૂ. 27,999માં અને 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે રૂ. 29,999 માં મળતો હતો. બેઝ મોડેલ Poco M7 5G બેંક ડિસ્કાઉન્ટ સાથે રૂ. 8,799 ઉપલબ્ધ થશે. માર્ચમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 21,999 રૂપિયા હતી. 6GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 9,999 અને 8GB રેમ સાથે તેની કિંમત રૂ. 10,999 છે. આ સમાર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે, 5,160mAh બેટરીથી સજ્જ છે.
Poco M7 Pro 5G, ડિસેમ્બર 2024 માં મીડિયાટેક ડાયમેન્સિટી 7025 અલ્ટ્રા SoC અને 5,110mAh બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો હતો. તેમાં, 6GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતો ફોન ઓફર હેઠળ રૂ. 11,499માં મળશે જે તેની લોન્ચ સમયના રૂ. 14,999થી ઘણી ઓછી છે.
જાહેરાત
જાહેરાત