Flipkart GOAT Sale આજથી ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર શરૂ થઈ ગઈ છે
Photo Credit: Apple
iPhone 17 Pro માં 48 મેગાપિક્સલ પ્રાઇવસી ફ્યૂઝન કેમેરા છે .
Flipkart GOAT Sale આજથી સત્તાવાર રીતે શરૂ થઇ ગઈ છે અને સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે . ખાસ કરીને Apple નો પ્રીમિયમ સ્માર્ટફોન iPhone 17 Pro આ સેલ દરમિયાન નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે . બેંક ઓફર અને એક્સચેન્જ બોનસનો લાભ લઈને ગ્રાહકો આ ફોન લોન્ચ કિંમત કરતાં ઘણો સસ્તો મેળવી શકે છે .
Flipkart પર iPhone 17 Pro ના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હાલમાં રૂપિયા 1,24,900 રાખવામાં આવી છે . ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ જ મોડલ રૂપિયા 1,34,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે , સેલ પહેલા જ ફોન ફોનની કિંમતમાં રૂપિયા 10,000 નો ઘટાડો કરવામાં આવ્યો છે .
આ ઉપરાંત , જો ગ્રાહકો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરે તો તેમને વધારાના રૂપિયા 10,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ iPhone 17 Proની અસરકારક કિંમત માત્ર રૂપિયા 1,14,900 રહી જાય છે , જે તેની લોન્ચ કિંમત કરતાં અંદાજે રૂપિયા 20,000 ઓછી છે .
સેલ દરમિયાન એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે . જૂનો સ્માર્ટફોન આપીને ગ્રાહકો રૂપિયા 60,300 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે . જોકે , એક્સચેન્જની ચોક્કસ રકમ તમે આપતા સ્માર્ટફોનના મોડલ , તેની હાલત પર આધારિત રહેશે .
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો iPhone 17 Pro માં 6.3 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2622 x 1206 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ફોનમાં Apple નો શક્તિશાળી A19 Pro પ્રોસેસર આપવામાં આવ્યો છે અને તે iOS 26 પર કાર્ય કરે છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેને IP68 રેટિંગ પણ આપવામાં આવી છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે , જેમાં 48MPનો પ્રાઈમરી Fusion કેમેરા , 48MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 48MPનો ટેલિફોટો લેન્સ સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 18MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે . કનેક્ટિવિટી માટે USB 3.0 Type - C પોર્ટ , 5G , Wi - Fi 7, eSIM સપોર્ટ અને Bluetooth 6 જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત
Cyberpunk 2077 Has Sold 40 Million Copies, CD Projekt Red Confirms
Nokia 235 4G (2026), 215 4G (2026) Launched Alongside Nokia 210 4G, and 200 4G With AI Assistant Button