Amazon Prime Day Sale 2026 માં Samsung Galaxy S25 Ultra , OnePlus 13, Xiaomi 17T , OnePlus 15R અને iQOO Z11x 5G જેવા સ્માર્ટફોન પર મોટા પાયે ડિસ્કાઉન્ટ મળશે .
Photo Credit: Gadgets 360
Amazon Prime Day Sale 2026 માં કેટલાક ફ્લેગશિપ સ્માર્ટફોન્સ પર મોટી બચત કરવાની તક .
Amazon Prime Day Sale 2026 હવે શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે . દર વર્ષની જેમ આ વખતે પણ Amazon પોતાના Prime સભ્યો માટે પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર આકર્ષક ઓફર્સ લઈને આવી રહ્યું છે . કંપનીએ સેલ શરૂ થાય તે પહેલાં જ કેટલીક મહત્વપૂર્ણ ડીલ્સ જાહેર કરી છે . જેમાં Samsung , OnePlus , Xiaomi , iQOO અને Apple જેવા લોકપ્રિય બ્રાન્ડ્સના ફ્લેગશિપ સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે . જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારો અવસર બની શકે છે .
Amazon Prime Day Sale 2026 4 જુલાઈથી શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે . આ ઓફર્સનો લાભ માત્ર Amazon Prime સભ્યો જ લઈ શકશે . કંપની SBI અને Axis Bank ના ક્રેડિટ કાર્ડ દ્રારા ફૂલ પેમેન્ટ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર પસંદગીના પ્રોડક્ટ્સ માટે 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે . આ ઉપરાંત અનેક સ્માર્ટફોન્સ પર No કોસ્ટ EMI , એક્સચેન્જ ઓફર અને વધારાના બેંક લાભ પણ ઉપલબ્ધ રહેશે . Amazon Pay ICICI Bank Credit Card ધારકોને તમામ ટ્રાન્ઝેક્શન પર 5 ટકા અનલિમિટેડ કેશબેકનો પણ લાભ મળશે .
Samsung ના ફ્લેગશિપ Galaxy S25 Ultra ની મૂળ કિંમત રૂપિયા 1,29,999 છે , પરંતુ Prime Day Sale દરમિયાન તે અસરકારક રીતે રૂપિયા 84,999માં ખરીદી શકાશે . સાથે 9 મહિનાની No Cost EMI ની સુવિધા પણ મળશે .
OnePlus 13 પણ આ સેલમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રહેશે . રૂપિયા 72,999ની લોન્ચ કિંમત ધરાવતો આ ફોન બેંક ઓફર્સ બાદ અસરકારક રીતે રૂપિયા 49,999માં મળશે . જયારે OnePlus 15R ની કિંમત રૂપિયા 54,999 થી ઘટીને રૂપિયા 48,999 સુધી પહોંચી જશે .
Xiaomi નો પ્રીમિયમ Xiaomi 17T પણ સેલમાં સામેલ છે . તેની સામાન્ય કિંમત રૂપિયા 84,999 છે , પરંતુ બેંક ઓફર્સ બાદ તે રૂપિયા 54,999ની અસરકારક કિંમતે ખરીદી શકાશે . બીજી તરફ iQOO Z11x 5G કૂપન અને બેંક ઓફર્સ સાથે માત્ર રૂપિયા 19,999ની અસરકારક કિંમતે ઉપલબ્ધ થશે .
જાહેરાત
જાહેરાત
Qualcomm’s Upcoming Flagship Snapdragon Chipset Names Tipped Ahead of Launch