UIDAI એ Aadhaar Appમાં નવી સુવિધા ઉમેરતા હવે યુઝર્સને ઘરે બેઠાં જ ઇમેઇલ ID લિંક અથવા અપડેટ કરવાની સગવળ આપી છે
Photo Credit: Google
જો તમારા આધાર કાર્ડ સાથે હજુ સુધી ઈમેઈલ ID જોડાયેલી નથી અથવા જૂની ઈમેઈલ ID બદલવાની જરૂર છે , તો હવે તેના માટે આધાર સેવા કેન્દ્ર સુધી જવાની જરૂર નહીં પડે . UIDAI એ Aadhaar App માં નવી સુવિધા ઉમેરતા હવે યુઝર્સને ઘરે બેઠાં જ ઇમેઇલ ID લિંક અથવા અપડેટ કરવાની સગવળ આપી છે . કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌધોગિકી મંત્રાલયના જણાવ્યા મુજબ , આ સેવા 1 જુલાઈ 2026 થી શરૂ થઈ છે અને શરૂઆતના છ મહિના સુધી તેનો લાભ કોઈપણ ફી ચૂકવ્યા વિના લઈ શકાશે .
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા માત્ર Aadhaar App મારફતે જ ઉપલબ્ધ રહેશે . એટલે કે હવે ઇમેઇલ ID અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં . મંત્રાલયના જણાવ્યા અનુસાર સેવા શરૂ થયાના માત્ર બે દિવસમાં જ 2.5 લાખથી વધુ લોકોએ એપનો ઉપયોગ કરીને પોતાની ઇમેઇલ ID સફળતાપૂર્વક અપડેટ કરી છે . આ એપ Android તેમજ iPhone બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે .
આધાર સાથે ઇમેઇલ ID જોડવાથી સુરક્ષાના પગલે પણ મહત્વનો લાભ મળશે . જયારે પણ આધાર ઓથેન્ટિકેશન થશે ત્યારે યુઝર્સને તરત જ ઇમેઇલ દ્રારા સૂચના મળશે . આથી આધારનો ક્યાં અને ક્યારે ઉપયોગ થયો તેની માહિતી સરળતાથી મળી રહેશે અને કોઈ અનધિકૃત ઉપયોગ થાય તો સમયસર જાણ શકશે .
Aadhaar App માત્ર ઇમેઇલ ID અપડેટ કરવા પૂરતી મર્યાદિત નથી . એપ દ્રારા મોબાઈલ નંબર અપડેટ કરવો , સરનામામાં ફેરફારો કરવો સહિતની અન્ય ઘણી સેવાઓ પણ ઉપલબ્ધ છે . સરકારના આંકડા મુજબ અત્યાર સુધી 4 કરોડથી વધુ લોકોએ એપ દ્રારા પોતાનો મોબાઈલ નંબર અપડેટ કર્યો છે , જયારે લગભગ 10 લાભ યુઝર્સને પોતાનું સરનામું પણ આ જ પ્લેટફોર્મ મારફતે બદલ્યું છે .
UIDAI એ તમામ આધાર ધારકોને અપીલ કરી છે કે જો તેમની આધાર પ્રોફાઈલમાં ઈમેલ ID જોડાયેલી ન હોય અથવા તેને અપડેટ કરવાની જરૂર હોય તો Aadhaar App ડાઉનલોડ અથવા અપડેટ કરીને આ નવી સુવિધાનો લાભ લેવો જોઈએ . સરકારનું માનવું છે કે આ પહેલ આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ , સુરક્ષિત અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે .
જાહેરાત
જાહેરાત