આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં

તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરી શકો છો

આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં

Photo Credit: Aadhaar

આધારનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે થાય છે .

હાઇલાઇટ્સ
  • IDAI ની આધાર એપની મદદથી તમે ઘરે બેઠા સરનામું અપડેટ કરી શકો
  • Android સ્માર્ટફોન અથવા iPhoneમાં Aadhaar App ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો
  • આધાર સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જરૂરી છે
જાહેરાત

જો તમે તાજેતરમાં પોતાનું ઘર બદલ્યું હોય , તો તમને આધાર કાર્ડમાં તમારું નવું સરનામું અપડેટ કરવું જરૂરી બની જાય છે . ઘણા લોકો માને છે કે આધાર કાર્ડમાં સરનામું  બદલવાની પ્રક્રિયા મુશ્કેલ છે અને તેના માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે . જોકે , હવે UIDAI ની આધાર એપની મદદથી તમે ઘરે બેઠા  જ તમારા સ્માર્ટફોન દ્રારા સરનામું અપડેટ કરી શકો છો . આ પ્રક્રિયા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની કે વધુ કાગળકામ કરવાની જરૂર પડતી નથી .

આધાર એપ દ્રારા સરનામું કેવી રીતે અપડેટ કરશો ?

સ્ટેપ 1 : તમારા Android સ્માર્ટફોન અથવા iPhoneમાં Aadhaar App ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો .

સ્ટેપ 2 : એપ ખોલીને આધાર નંબર , આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને Face ID દ્રારા નોંધણી કરો .

સ્ટેપ 3 : લોગિન કર્યા પછી Services વિભાગમાં જઈ Update Address વિકલ્પ પસંદ કરો .

સ્ટેપ 4 : અહીં My Documents અથવા Family Member Aadhaar માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો અને આગળ વધો .

My Documents વિકલ્પ પસંદ કરો

  • લિસ્ટમાંથી જરૂરી દસ્તાવેજ પસંદ કરો 
  • દસ્તાવેજને સ્કેન કરો અથવા ફાઈલ અપલોડ કરો 
  • નવું સરનામું દાખલ કરો 
  • સરનામાની વિગતો ચકાસીને Preview જુઓ 
  • Face Authentication માટે આગળ વધો 
  • Family Member Aadhaar વિકલ્પ પસંદ કરો 
  • પરિવારના સભ્યનો આધાર નંબર દાખલ કરો 
  • તેમની સાથેનો સંબંધ પસંદ કરો 
  • Face Authentication પ્રક્રિયા પૂર્ણ કરો 

Face Authentication શરૂ કરતા પહેલા ખાતરી કરો કે બાયોમેટ્રિક લોકિંગ બંધ છે . ઓથેન્ટિકેશન પૂરું થયા પછી Confirm & Pay વિકલ્પ પર ક્લિક કરો અને સ્ક્રીન પર દર્શાવેલી સૂચનાઓ અનુસાર રૂપિયા 75 ફી ચૂકવો . ત્યાબાદ તમારો સરનામાં અપડેટની વિનંતી સબમિટ થઈ જશે .

ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
સ્થિર અને ઝડપી ઈન્ટરનેટ હોવું જરૂરી છે .
Face Authentication માટે પૂરતી લાઈટ હોવી જરૂરી છે .
જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો . 
Family Member Aadhaar  વિકલ્પ માટે પરિવારના સભ્યનો આધાર નંબર ઉપલબ્ધ હોવો જોઈએ .
OTP મેળવવા માટે આધાર સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જરૂરી છે .

આ રીતે તમે આધાર કેન્દ્ર ગયા વિના અને કોઈ વધારાની ઝંઝટ વિના ઘરે બેઠા જ તમારા આધાર કાર્ડમાં સરનામું સરળતાથી અપડેટ કરી શકો છો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »