Vivo Pad 5c માં થર્મલ મેનેજમેન્ટમાટે 3D કૂલિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે
Photo Credit: Vivo
આ ટેબ્લેટ પાસે ફોર - સ્પીકર પેનોરામિક સાઉન્ડ સિસ્ટમ છે
ચીની ટેક કંપની Vivo એ પોતાના નવા ટેબ્લેટ Vivo Pad 5c ને ચીનમાં લોન્ચ કર્યો છે . કંપનીએ આ ટેબ્લેટને પ્રીમિયમ ફીચર્સ સાથે રજૂ કર્યો છે , જેમાં 12.1 ઇંચની 2.8K ડિસ્પ્લે , Qualcomm Snapdragon 8c Gen 3 પ્રોસેસર ને 10,000mAhની મોટી બેટરી જેવી ખાસિયતો સામેલ છે . આ ઉપરાંત તેમાં AI આધારિત અનેક સ્માર્ટ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે . ખાસ વાત એ છે કે Vivo Pad 5c ના મોટાભાગના સ્પેસિફિકેશન્સ તાજેતરમાં લોન્ચ થયેલા iQOO Pad 5c જેવા જ છે .
ચીનમાં Vivo Pad 5c ના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 2,699 ( લગભગ 37,800 ) રાખવામાં આવી છે . જયારે 8GB + 256GB વેરિઅન્ટ CNY 2,999 ( લગભગ 42,000) અને 12GB + 256GB વેરિઅન્ટ CNY 3,499 ( લગભગ 48,000) માં ઉપલબ્ધ થશે . કંપની આ ટેબ્લેટનું વેચાણ પોતાની સત્તાવાર વેબસાઈટ દ્રારા કરશે . તેને બ્લુ , ગ્રીન અને ગ્રે એમ ત્રણ કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે .
Vivo Pad 5c માં 12.1 ઇંચની 2.8K રિઝોલ્યુશન ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . પરફોર્મન્સ માટે તેમાં Qualcomm Snapdragon 8c Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે .
ફોટોગ્રાફી માટે ટેબ્લેટ પાછળની તરફ 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે , જયારે વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે સારો બનાવવા માટે તેમાં ફોર -સ્પીકર પેનોરામિક સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે .ઉપરાંત , લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન ગરમીને નિયંત્રિત રાખવા માટે 3D કૂલિંગ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે .
AI આધારિત સુવિધાઓની વાત કરીએ, તો તેમાં PPT Assistant સહિત અનેક સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે . કેનેક્ટિવિટી માટે Bluetooth , Wi -Fi , 3.5mm ઓડિયો જેક અને USB Type-C પોર્ટનો સપોર્ટ મળે છે . ટેબ્લેટમાં 10,000mAhની બેટરી આપવામાં આવી છે , જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . તેનું માપ 266.43 x 192 x 6.62mm છે . અને તેનું વજન આશરે 584 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
Fire-Boltt's First Smartphone May Be Called Boltt Evo 4G, Tipster Claims; Key Specifications Leak
Samsung Galaxy A18 Models Said to Drop Exynos Chip in Favour of MediaTek, Snapdragon