Google Pixel 10 ગયા વર્ષે લોન્ચ થયો હતો અને હવે તે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે
Photo Credit: Google
Google Pixel 10માં 48 મેગાપિક્સલનો કેમેરા આપેલ છે .
ગયા વર્ષે લોન્ચ થયેલો Google Pixel 10 હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ બન્યો છે , જેથી પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની યોજના ધરાવતા ગ્રાહકો માટે આ સારો મોકો કહી શકાય . જો તમે Google Pixel 10 લોન્ચ સમયે ખરીદી શક્યા ન હો , તો હાલમાં મળતી કિંમત અને બેંક ઓફર્સને ધ્યાનમાં લેતા આ ડીલ ખાસ આકર્ષક સાબિત થઈ શકે છે . ખાસ કરીને તેની કેમેરા ક્ષમતા , Googleનું Android અનુભવ અને Tensor ચિપસેટ જેવી સુવિધાઓને જોતા આ ફોન હવે વધુ વેલ્યુ - ફોર - મની બની ગયો છે .
હાલમાં Google Pixel 10 નો 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ Amazon પર રૂપિયા 63,750 ની કિંમતમાં લિસ્ટેડ છે . આ સ્માર્ટફોન ઓગસ્ટ 2025 માં રૂપિયા 79,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે હાલમાં તેની કિંમતમાં સીધી જ લગભગ રૂપિયા 16,000થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે . આ સિવાય , HSBC ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરનાર ગ્રાહકોને 5 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે , જેની મહત્તમ મર્યાદા રૂપિયા 3000 છે . આ બેંક ઓફરનો લાભ લેવાય તો ફોનની અસરકારક કિંમત રૂપિયા 60,750 સુધી પહોંચી શકે છે .
Amazon પર આ ફોન સાથે એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે . ગ્રાહકો તેમના જૂના સ્માર્ટફોન ને ટ્રેડ ઈન કરીને રૂપિયા 30,900 સુધીની વધારાની છૂટ મેળવી શકે છે . જોકે એક્સચેન્જનો વાસ્તવિક લાભ તમારા જુના ફોનના મોડેલ , કન્ડિશન અને બ્રાન્ડ પર આધાર રાખે છે .
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો , Google Pixel 10 માં 6.3 ઈંચનું Actua OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 1080 x 2424 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે . ડિસ્પ્લે 60Hz થી 120Hz સુધીના એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . આ ફોનમાં Google Tensor G5 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે Android 16 પર કામ કરે છે . પાવર માટે આ ફોનમાં 4,970mAh બેટરી આપવામાં આવી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ અને 10W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે .
ફોટોગ્રાફી માટે Google Pixel 10 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે , જેમાં 48MP વાઈડ કેમેરા , 13MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 10.8MP ટેલિફોટો લેન્સ સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 10.5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , Wi - Fi 6E , Bluetooth v6 , NFC, GPS, ડયુઅલ સિમ સપોર્ટ અને USB Type -C 3.2 પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . આમ જો તમે ફ્લેગશિપ અનુભવ સાથે કેમેરા આધારિત Android ફોન શોધી રહ્યા છો , તો હાલની ઓફરમાં Google Pixel 10 એક મજબૂત વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Vivo Y05e Listing on Google Play Console Confirms Smartphone's Key Specifications: Report
Sony Starts Marketing Push for GTA 6, Says Game Will 'Play Best' on PS5