એમેઝોને દાવો કરે છે કે તેની કવિક કોમર્સ સેવા હાલમાં 15 ભારતીય શહેરોમાં 50 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે
Photo Credit: Amazon
એમેઝોનના CEO એન્ડી જેસી ( જમણે ) ભારતની મુલાકાતે છે , તે કર્મચારીઓને મળે છે .
એમેઝોને ભારતમાં પોતાની ઝડપી ડિલિવરી સેવા Amazon Now ને મોટા પાયે વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે . કંપનીએ જણાવ્યું છે કે આગામી વર્ષોમાં આ સેવા દેશના 300 થી વધુ શહેરોમાં શરૂ કરવામાં આવશે . હાલમાં Amazon Now ભારતના 15 શહેરોમાં ઉપલબ્ધ છે અને 50 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી રહી છે .
કંપનીના જણાવ્યા મુજબ , Amazon Now એમેઝોન ઇન્ડિયા નો સૌથી ઝડપથી વધતો બિઝનેસ બની ગયો છે . લોન્ચ થયા પછી દર ક્વાર્ટરમાં તેના ઓર્ડર બમણા થઈ રહ્યા છે . એમેઝોનનું કહેવું છે કે ખાસ Prime સભ્યો તરફથી આ સેવાને સારો અભિપ્રાય મળી રહ્યો છે .
હાલમાં Amazon Now દ્રારા કરિયાણું , ફળ - શાકભાજી , ફ્રોઝન એસેસરીઝ , ઘર - રસોડાની વસ્તુઓ અને નાના ડિવાઈસ જેવી રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ ઝડપી ડિલિવરી સાથે ઉપલબ્ધ છે . સેવા વધારવા માટે એમેઝોન તેના માઈક્રો ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને શહેરી ફુલફિલમેન્ટ સુવિધાઓનું નેટવર્ક પણ વધારશે .
કંપનીએ કહ્યું છે કે વિસ્તરણ પછી 10 લાખથી વધુ પ્રોડક્ટ્સ એક જ દિવસે ડિલિવરી માટે ઉપલબ્ધ થશે , જયારે 40 લાખથી વધુ પ્રોડક્ટ્સ બીજા દિવસે ડિલિવરી વિકલ્પ સાથે મળશે . એમેઝોને દાવો કરે છે કે તેની કવિક કોમર્સ સેવા હાલમાં 15 ભારતીય શહેરોમાં 50 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે
આ સાથે એમેઝોને ડિલિવરી કર્મચારીઓ માટે સન્માન નામની નવી કલ્યાણ યોજના પણ જાહેર કરી છે . આ યોજના હેઠળ ડિલિવરી એસોસિયેટ્સના બાળકોને શિષ્યવૃતિ, વધુ સારું વીમા કવરેજ , રોડ સેફટી સહાય અને સરકારી યોજનાઓ તથા નાણાકીય સમાવેશ કાર્યક્રમો સુધી પહોંચ જેવી સુવિધાઓ આપવામાં આવશે .
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં ડિલિવરી કર્મચારીઓ માટે 250 આરામ કેન્દ્રો શરૂ કરવામાં આવશે . અહીં પીવાનું પાણી , મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ , વોશરૂમ , બેસવાની જગ્યા એન આરામની સુવિધા મળશે .
આ જાહેરાતો એમેઝોનના CEO એન્ડી જેસી ની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy A27 5G Launched With Snapdragon 6 Gen 3 SoC, 6.7-Inch Display: Price, Specifications
Honor Could Be Developing a Smartphone With a Massive 14,000mAh Battery