કંપનીએ Honor Power ફોનને બનાવ્યો 360 ડિગ્રી વોટરપ્રૂફ, સાથે આપ્યું AI રેઈન ટચ ફીચર

Beidouની સેટેલાઇટ SMS સિસ્ટમ સાથે Honorએ લોન્ચ કર્યું નવું ડિવાઇસ

કંપનીએ Honor Power ફોનને બનાવ્યો 360 ડિગ્રી વોટરપ્રૂફ, સાથે આપ્યું AI રેઈન ટચ ફીચર

Photo Credit: Honor

ઓનર પાવરમાં ૫૦ મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે

હાઇલાઇટ્સ
  • મોબાઈલ ગેમિંગના શોખીનો માટે ઓએસિસ આઈ પ્રોટેક્શન સ્ક્રીન આપવામાં આવી છે
  • કંપની દાવો કર્યો કે ડિવાઇસ 360 ડિગ્રી વોટરપ્રૂફ બનાવવામાં આવ્યો છે
  • 8000mAhના જંગી બેટરી બેકઅપ સાથે એક જ ચાર્જ પર 25 કલાક સુધી ચાલશે
જાહેરાત

મંગળવારે ચીનમાં Honor Power ફોન લોન્ચ થયો. ફોનમાં 8000mAhની મોટી બેટરીલાઈફ મળશે જે 66W વાયર્ડ ચાર્જિંગ મળશે. હેન્ડસેટ Snapdragon 7 Gen 3 ચિપસેટથી સજ્જ આવશે. જેમાં 12GB RAM અને 512GBનું સ્ટોરેજ ધરાવશે. જેમાં 50MPના પ્રાથમિક કેમેરા સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ જોવા મળશે. નેટવર્ક પ્રૉબ્લેમવાળી જગ્યામાં સક્ષમ સંચાર માટે Honor પોતાની C1+ ચિપ આપશે.ઓનર પાવર ભાવ,આ ડિવાઇસની 8GB RAM + 256GB સ્ટોરેજવાળા બેઝ મોડલની કીમત આશરે 23000 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 12GB + 256GB અને 12GB + 512GBના વેરિઅન્ટની કિંમત અનુક્રમે આશરે 25,000 અને 30,000 રાખવામાં આવી છે.Honor Powerની કિંમતનું બેઝ મૉડલ ડેઝર્ટ ગોલ્ડ, ફેન્ટમ નાઇટ બ્લેક અને સ્નો વ્હાઇટ કલરના ઑપ્શનમાં ઉપલબ્ધ છે અને હાલમાં તે ચીનમાં ખરીદી માટે છે.

ઓનર પાવર વિશિષ્ટતાઓ


હેન્ડસેટ ડ્યુઅલ નેનો સિમ ઓનર પાવર એન્ડ્રોઇડ 15 આધારિત MagicOS 9.0 પર ચાલે છે. તેમાં 1.5Kની HDR સપોર્ટ સાથેની 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે. ગેમિંગના શોખીનો માટે ઓએસિસ આઈ પ્રોટેક્શન સ્ક્રીન આપવામાં આવી છે જે 3840Hz PWM ડિમિંગ અને 4000nits સુધીની પિક બ્રાઇટનેસ આપશે. સાથે જ તેમાં Adreno 720 GPU સાથે octa-core Snapdragon 7 Gen 3 SoC આપવામાં આવ્યું છે.

ઓપ્ટિક્સ માટે, ડિવાઇસમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં f/1.95 અપર્ચર અને OIS સપોર્ટ સાથેનો 5MPનો અલ્ટ્રાવાઇડ એંગલ સેન્સર સાથે 50MPનો પ્રાથમિક કૅમેરો આપ્યો છે. સેલ્ફી માટે તેમાં f/2.45 અપર્ચર સહિત 16MPનો કૅમેરો આપ્યો છે.

Honor Power પર કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લૂટૂથ 5.3, GPS, Beidou, GLONASS, Galileo, NFC, OTG, Wi-Fi 802.11 અને USB Type-C પોર્ટ આવશે. ડિવાઇસના સેન્સરમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, IR સેન્સરથી લઈને તમામનો સમાવેશ થાય છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે Honor નું Taichi શોક-એબ્સોર્બિંગ સ્ટ્રક્ચર 2.0 પણ મળે છે.

કંપની દાવો કર્યો છે કે હેન્ડસેટને પાણીમાં ડુબાડી શકાય છે, પાણીમાં પલાળી શકાય છે અને ધોઈ પણ શકાય છે જેને લઈને 360 ડિગ્રી વોટરપ્રૂફ બનાવવામાં આવ્યો છે. વરસાદમાં પણ ટચ ઇનપુટ સક્ષમ રહે તેની માટે AI રેઈન ટચ ફીચર આપવામાં આવ્યું છે. ફોનના ટોપ-એન્ડ વેરિઅન્ટમાં Beidouની સેટેલાઇટ SMS સિસ્ટમ આપવામાં આવી છે.
ડિવાઇસ 66W ફાસ્ટ ચાર્જિંગ સાથે 8,000mAh બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. બેટરી છ વર્ષની સ્ટેબલિટી સાથે એક જ ચાર્જ પર 25 કલાક સુધી વિડિયો ઓડિયો સાથે ચાલવાનો દાવો કરવામાં આવ્યો છે. ચાર્જિંગ પોઈન્ટ પરની બેટરી 16.5 કલાક સુધીનો સ્ટેન્ડબાય આપે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે
  2. Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે
  3. અનેક કનેક્ટીવીટી વિકલ્પો સાથે આવશે OnePlus Bullets.
  4. એકચેંજ ઑફર સાથે મળશે રૂ.75000 સુધીની છૂટ
  5. 6.7 ઇંચની LTPO OLED સ્ક્રીન સાથે આવશે Nothing Phone 3
  6. અનેક કનેક્ટીવીટી વિકલ્પો અને ફ્રન્ટ અને બેક સાઈડ કેમેરામાં 4K વિડિયો રેકોર્ડીંગ સાથે આવશે Galaxy M36 5G
  7. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo X200 FE
  8. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo T4 Lite 5G
  9. WhatsApp કહે છે કે તે ક્યારેય યુઝર્સના ફોન નંબર શેર કે વેચશે નહીં
  10. IP64-રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ટકાઉપણું પ્રમાણપત્ર સાથે આવશે Realme Narzo 80 Lite 5G
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »