Photo Credit: Itel
Itel A95 5G કાળા, સોનેરી અને મિન્ટ બ્લુ રંગ વિકલ્પોમાં આવે છે
Itel દ્વારા A95 5G ફોન ગુરુવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ હેન્ડસેટ ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા કાર્યરત હશે. જેમાં 6GB સુધીની RAM અને Android 14 આપવામાં આવ્યું છે. ફોનમાં 5,000mAh બેટરી અને વૉઇસ માટેની મલ્ટીમીડિયા AI આધારિત સુવિધાઓ આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 50 MPનો મુખ્ય રિયર સેન્સર અને 8 MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોન ત્રણ રંગોમાં જોવા મળશે. સાથે તેમાં ધૂળ અને પાણીથી રક્ષણ કરવા માટે IP54 રેટિંગ આપવામાં આવ્યું છે.ભારતમાં Itel A95 5G કિંમત અને કલર્સ,કંપની દ્વારા જણાવવામાં આવ્યું, ભારતમાં Itel A95 5Gના 4GB+128GB વેરિઅન્ટની કિંમત 9,599 રૂપિયા છે, જ્યારે 6GB+128GB વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. ફોન ત્રણ રંગો બ્લેક, ગોલ્ડ અને મિન્ટ બ્લુમાં જોવા મળશે. હેન્ડસેટને 100 દિવસની ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર સાથે લોન્ચ કરવામાં આવ્યો. પરંતુ હાલ તેની ખરીદી માટેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
ડિવાઈસમાં પાંડા ગ્લાસ પ્રોટેક્શન સાથે 6.7 ઈંચની HD+ IPS LCD સક્રી આપવામાં આવી છે. જેમાં 120Hzનો રિફ્રેશ રેટ અને 240Hzનું ટચ સેમ્પલિંગ રેટ કંપની દ્વારા આપવામાં આવ્યો છે. 6 GB રેમ અને 128GB સ્ટોરેજ સાથેનો આ ફોન MediaTek Dimensity 6300 ચિપસેટ પર કાર્યરત રહેશે.
કંપનીએ દાવો કર્યો છે કે ફોન પાંચ વર્ષ સુધી સરળતાથી કામ કરશે. ફોનમાં કંપનીનું વોઇસ અસિસ્ટન્ટ આઈવાના આપવામાં આવ્યું છે Ask AIના ટૂલ્સ સાથે આવશે. સાથે જ ફોનમાં ડાયનેમિક બાર સુવિધા આપવામાં આવી છે. ફ્રન્ટ કેમેરાની આસપાસ ડાયનેમિક બાર નોટિફિકેશન્સ અને મેસેજની જાણ કરશે.
ફોનના કેમેરાની વાત કરી તો સેલ્ફી અને વિડીયો કોલ્સ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા અને મુખ્ય કેમેરા 50MPનો આપવામાં આવ્યો છે. જેમાં આપણે 2K વિડીયો રેકોર્ડીંગ, ડ્યુઅલ વિડીયો કેપ્ચર સાથે વ્લોગ બનાવવાના શોખીનો માટે વ્લોગ મોડ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhનું બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. સાથે જ સિક્યુરિટીમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર અપાયા છે. ડિવાઇસમાં કંપની દ્વારા ઇન્ફ્રારેડ સેન્સર સાથે IP54 રેટિંગ અપાયું છે.
જાહેરાત
જાહેરાત