Moto G36 લોન્ચ થાય તે અગાઉ જ તેના સ્પેસિફિકેશન્સ જાહેર થયા છે

ચાઇનિઝ એજન્સી TENAA હેઠળ લિસ્ટિંગ દ્વારા Moto G36ની ડિઝાઇન સહિતની વિગતો બહાર આવી છે.

Moto G36  લોન્ચ થાય તે અગાઉ જ તેના સ્પેસિફિકેશન્સ જાહેર થયા છે

Moto G36 ડિઝાઇન અને સુવિધાઓ જાહેર

હાઇલાઇટ્સ
  • ટૂંકસમયમાં Moto G36 રાજુ થાય તેવી શક્યતા
  • Moto G36 ફોન 2.4GHz ની બેઝ કોર ફ્રીક્વન્સી સાથે ઓક્ટા કોર ચિપસેટ
  • Moto G36માં 6,790mAh બેટરી આપવામાં આવે તેવી શક્યતા
જાહેરાત

Moto G36 લોન્ચ થાય તે અગાઉ જ તેના સ્પેસિફિકેશન્સ જાહેર થયા છે. જેમાં Moto G36માં 6,790mAh બેટરી આપવામાં આવે તેવી શક્યતા છે. ચાઇનિઝ એજન્સી TENAA હેઠળ લિસ્ટિંગ દ્વારા Moto G36ની ડિઝાઇન સહિતની વિગતો બહાર આવી છે. આમ, ખૂબ જ ટૂંકસમયમાં Moto G36 રાજુ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. જો કે, તે અંગેની કોઈ વિગતો હજુ જાણવા મળી નથી. TENAA એ ફોનના કેટલીક ઇમેજ અને સ્પેસિફિકેશન્સ સાથે લિસ્ટિંગ કર્યું છે.Moto G36ના સ્પેસિફિકેશન્સ (અંદાજિત)TENAA દ્વારા, મોટોરોલાનો નવો XT2533-4 મોડેલ નંબર સાથેનો Moto G36 સ્માર્ટ ફોન પ્રમાણિત કરવામાં આવ્યો છે અને તેના લિસ્ટિંગ પ્રમાણે આ ફોનમાં 6.72 ઇંચ TFT ડિસ્પ્લે (1,080×2,400 પિક્સેલ રિઝોલ્યુશન) આપવામાં આવ્યો છે. તેમાં 6,790mAh બેટરી હશે.

Moto G36માં ડ્યુઅલ કેમેરા રહેશે. ફોન 50 મેગાપિક્સલ મુખ્ય રીઅર કેમેરા , 8 મેગાપિક્સલના સેકન્ડરી શૂટર અને 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાથી સજ્જ હશે.

Moto G36 ફોન 2.4GHz ની બેઝ કોર ફ્રીક્વન્સી સાથે ઓક્ટા કોર ચિપસેટ સાથે આવશે. 4GB, 8GB, 12GB અને 16GB રેમ અને 64GB, 128GB, 256GB અને 512GB સુધીના સ્ટોરેજ સાથેના વિકલ્પોમાં મળી શકે છે.

Moto G36 એક કિફાયતી ફોન બની રહે તેવી શક્યતા છે અને અગાઉના ડિવાઇઝમાં અપગ્રેડ કરાઇને આવશે તેમ લાગે છે. Moto G35 5G ગયા વર્ષે ડિસેમ્બરમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે રૂ. 9,999માં લોન્ચ કરાયો હતો.

Moto G36 ગયા વર્ષના Moto G35 ના અનુગામી તરીકે આવવાની શક્યતા છે. ફોન પર્પલ કલરમાં ઉપલબ્ધ થશે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર હોવાની શક્યતા છે. તેની સાઈઝ 166.3×76.5×8.7mm અને વજન 210 ગ્રામ રહેશે.

ગયા વર્ષે લોન્ચ કરાયેલા Moto G35 5G માં 5,000mAh બેટરી આપવામાં આવી છે. તે 20W વાયર્ડ ચાર્જિંગને સ્પોર્ટ કરે છે. ફોનમાં 6.72 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. સુરક્ષા માટે તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 છે. તે યુનિસોક T760 પ્રોસેસરથઈ સજ્જ છે. ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે અને 50 મેગાપિક્સેલ ક્વાડ-પિક્સેલ પ્રાઇમરી રીઅર સેન્સર અને અલ્ટ્રા-વાઇડએંગલ લેન્સ સાથે 8 મેગાપિક્સેલ સેન્સર પણ છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરા છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »