ભારતમાં ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 જાહેર કરાયું છે. આ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં, ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે.
Photo Credit: Amazon
એમેઝોન પ્રાઇમ સભ્યોને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 ની 24 કલાક અગાઉથી ઍક્સેસ મળશે
ભારતમાં ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 જાહેર કરાયું છે. આ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં, ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. જો તમારે એમેઝોન ઇકો ડિવાઇઝ લેવા હોય તો, સેલ શરૂ થાય તે પહેલા જ તે તમે ડિસ્કાઉન્ટેડ ભાવે તેની ખરીદી કરી શકો છો. જેમાં, તમે ઇકો પોપ અને સ્માર્ટ બલ્બ નિર્ધારિત કિંમતે રૂ. 3,499 માં ખરીદી શકો છો. એમેઝોન પર અન્ય ઇકો ઉત્પાદન માટે પણ આમ જ બંડલ પ્રાઈઝ નક્કી કરાઈ છે. જે ઘણા કિફાયતી દરે મળી રહ્યા છે.
સેલ દરમિયાન, ગ્રાહકો સ્માર્ટફોન, લેપટોપ, ઇયરફોન, સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી, સ્પીકર્સ અને વધુ ઉપકરણો ખરીદી શકે છે જે ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. હાલમાં એમેઝોન દ્વારા તેના સેલ હેઠળ પ્રારંભિક ડિલ જાહેર કરી છે અને તે લાઇવ છે. તેમાં, પસંદગીની વસ્તુઓ સાથે એક્સચેન્જ ઓફર, આ ઉપરાંત SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોને 10 ટકા ડિસ્કાઉન્ટ તેમજ નો કોસ્ટ ઈએમઆઈ જેવા લાભો ઓફર કરાયા છે.
એમેઝોન ઇકો ડિવાઇસ પર ઘણી સારી ઓફર લઈને આવ્યું છે. જેમાં, સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, આ ડીલ્સ બંડલ પ્રોડક્ટ્સ પર ઉપલબ્ધ છે, જ્યાં દરેક ઇકો ડિવાઇસને Wipro 9W LED સ્માર્ટ બલ્બ સાથે ખરીદવાનો હોય છે.
ઇકો ડોટ 5 જનરેશન + સ્માર્ટ બલ્બ કે જે રૂ. 7,598 તે રૂ. 4,999માં ઇકો પોપ + સ્માર્ટ બલ્બરૂ. 7,098 ના સ્થાને રૂ. 3,499, ઇકો 4 જનરેશન + સ્માર્ટ બલ્બ રૂ. 12,098ને બદલે ડિસ્કઉન્ટ પછી રૂ. Rs. 5,550માં, ઇકો સ્પોટ + સ્માર્ટ બલ્બ રૂ. 11,098ને બદલે રૂ. 7,999, ઇકો શો 5 + સ્માર્ટ બલ્બરૂ. 14,098ને બદલે રૂ. 11,549માં મળી રહ્યા છે. આ ઉપરાંત પ્લેસ્ટેશન 5, લેપટોપ પર પણ પ્રારંભિક ડિલ જાહેર કરાઈ છે. જે તમે એમેઝોન પર ચેક કરી શકો છો.
જાહેરાત
જાહેરાત