ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે તેમાં, એમેઝોન પ્રાઇમ મેમ્બરને તમામ ઓફરનો લાભ સેલના 24 કલાક પહેલા આપવામાં આવશે
Photo Credit: Unsplash
એમેઝોન સેલ 2025: સ્માર્ટ ટીવી પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટમાં કાર્ડ ઑફર્સનો સમાવેશ થશે
ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે તેમાં, એમેઝોન પ્રાઇમ મેમ્બરને તમામ ઓફરનો લાભ સેલના 24 કલાક પહેલા આપવામાં આવશે. આ સેલમાં ઈ કોમર્સ જાયન્ટ દ્વારા અનેક આકર્ષક ઓફર જાહેર કરાઈ છે. આ સાથે જ અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પ્રારંભિક ડીલ્સ જાહેર કરી છે. આ સેલમાં સ્માર્ટ ટીવી પર મળતા આકર્ષક લાભો પર નજર નાખીશું.
સેલ દરમ્યાન ડિસ્કાઉન્ટ ઉપરાંત SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. EMI વિકલ્પ પસંદ કરનારા ગ્રાહકને પણ વધારાના લાભો ઓફર કરાયા છે. આ સાથે જ કૂપન અને એક્સચેન્જ ઓફર હેઠળ પણ ભાવમાં વધુ ઘટાડાનો લાભ મળશે.
iQOO, Poco, Realme, OnePlus અને અન્ય કંપનીઓના સ્માર્ટફોન પર આપવામાં આવી રહેલી ઓફર અંગે આપણે અગાઉના લેખોમાં માહિતી મેળવી છે ત્યારે આજે આપણે સ્માર્ટ ટીવીની ખીરીદી પર મળનારા લાભ અંગે માહિતી લઈશું. આ લાભ ગ્રાહક ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમ્યાન લઈ શકે છે.
સેલ દરમ્યાન TCL 75 inch 4K Ultra HD Smart QLED Google TV જેની કિંમત રૂ 2,58,900 છે તે હવે ડિસ્કાઉન્ટ હેઠળ Rs. 61,999માં મળશે.
TCL 75 inch Metallic Bezel-Less Series 4K Ultra HD Smart LED Google TVનો ભાવ રૂ. 2,54,900 છે તે હવે રૂ. 61,990માં ખરીદી શકાશે.
Sony Bravia 2 4K Ultra HD Smart LED Google TV રૂ. 99,990 ને સ્થાને રૂ. 54,990માં મળશે.
Samsung 55 inch D Series Brighter Crystal 4K Vivid Pro Ultra HD Smart LED TV ની કિંમત રૂ. Rs. 68,990 છે તે આ સેલ દરમ્યાન Rs. 39,990માં ખરીદી શકાશે.
Vu 55 inch GloQLED Series 4K QLED Smart Google TV રૂ. 50,000 ને સ્થાને સેલ હેઠળ Rs. 33,490માં લઈ શકાશે.
Xiaomi X Series 4K LED Smart Google TVની કિંમત રૂ. 49,999 થઈ ઘટાડીને રૂ. 26,999 કરવામાં આવી છે.
સેલ દરમિયાન, ગ્રાહકો સ્માર્ટફોન, લેપટોપ, ઇયરફોન, સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી, સ્પીકર્સ અને વધુ ઉપકરણો ખરીદી શકે છે જે ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. હાલમાં એમેઝોન દ્વારા તેના સેલ હેઠળ પ્રારંભિક ડિલ જાહેર કરી છે અને તે લાઇવ છે.
જાહેરાત
જાહેરાત