Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ 12 વાગે રજુ કરાશે

Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ તેના સ્માર્ટફોન લોન્ચ કરશે. હેન્ડસેટનાં કલર, ફીચર્સ અને સ્પેસીફીકેશન્સની જાહેરાત

Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ 12 વાગે રજુ કરાશે

Photo Credit: Motorola

મોટો G96 5G એશલે બ્લુ, ડ્રેસ્ડન બ્લુ, કેટલ્યા ઓર્કિડ અને ગ્રીનર પેશ્ચર્સ શેડ્સમાં આવશે

હાઇલાઇટ્સ
  • Moto G96 5Gમાં Snapdragon 7s Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેનાથી
  • Moto G96 5G 6.67 ઇંચના કર્વ્ડ ડિસ્પ્લે અને 144Hz ના રિફ્રેશિંગ રેટ સાથે
  • Moto G 96 5Gમાં 5,500mAh battery અને ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ અપાયું છે
જાહેરાત

Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ તેના સ્માર્ટફોન લોન્ચ કરશે. હેન્ડસેટનાં કલર, ફીચર્સ અને સ્પેસીફીકેશન્સની જાહેરાત કરી દેવામાં આવી છે અને તે પ્રમાણે આ ફોનમાં Qualcomm's Snapdragon 7s Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેનાથી વપરાશકર્તાને એક અનોખો અને અસરકારક અનુભવ થશે.Moto G96 5Gનાં ફોનને Qualcomm's Snapdragon 7s Gen 2 chipset અને ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ અપાયું છે. જેમાં, 50-megapixel Sony Lytia 700C સેન્સર પણ રહેશે. આ ફોનનું ડિસ્પ્લે વળાંકવાળું રહેશે અને વોટર ટચ સપોર્ટ આપવામાં આવ્યું છે જેથી ફોન ભીનો હોય તો પણ તેની ટચસ્ક્રીન ધાર્યું પરિણામ આપી શકે. આ સાથે જ ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેને IP68 રેટિંગ પણ પ્રાપ્ત થયું છે. આ ફોનના અન્ય ઇસ્પેસિફિકેશન અંગે અગાઉ પણ સંકેત આપવામાં આવ્યા હતા.

Moto G96 5G હેન્ડસેટનાં કલર, ફીચર્સ અને સ્પેસીફીકેશન્સ

Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ 12 વાગે રજુ કરાશે તેવું કંપનીએ તેના X પોસ્ટમાં જણાવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે ફોન Ashleigh Blue, Dresden Blue, Cattleya Orchid, અને Greener Pastures કલરમાં ઉપલબ્ધ કરશે. લાઈવ ફ્લિપકાર્ટ માઈક્રોસાઈટ સૂચવે છે કે, તે દેશની ઈ કોમર્સ સાઈટ દ્વારા ખરીદી શકાશે.
ફ્લિપકાર્ટની માઈક્રો સાઈટમાં દર્શાવ્યા પ્રમાણે Moto G96 5Gમાં Snapdragon 7s Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેનાથી તેની કાર્યક્ષમતામાં સંતુલન જળવાશે. તેમાં ડ્યુઅલ રેર કેમેરા ફિટ કરાયા છે. 50-megapixel Sony Lytia 700Cનું પ્રાઈમરી સેન્સર કે જે OIS સપોર્ટ કરે છે. તેમાં એન્ડ્રોઇડ 15 ફિચરનો ઉપયોગ કરાયો છે અને તેમાં 12 GB RAM અને 256 GBની ઓનબોર્ડસ્ટોરેજ અપાઈ છે.

Moto G96 5G 6.67 ઇંચના કર્વ્ડ ડિસ્પ્લે અને 144Hz ના રિફ્રેશિંગ રેટ સાથે મળશે. તેમાં 1600 નિટ્સ સુધીનું બ્રાઇટનેસ સ્તર છે. તેમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ 5 ફિટ કરાયો છે જે ફોનની સુરક્ષા વધારશે. આંખો માટે સુરક્ષિત SGS સર્ટિફિકેટ કંપનીએ મેળવ્યું છે.

અગાઉ લીક થયેલી માહિતી પ્રમાણે Moto G 96 5Gમાં 5,500mAh battery અને ડ્યુઅલ કેમેરામાં 8-megapixel મેક્રો વિઝન કેમેરા અને 32-megapixel sensorનો ફ્રન્ટ કેમેરા ફિટ કરાયો છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »