બધા ફોનમાં AI એસસીસ્ટન્ટ બટન મળે છે
Photo Credit: HMD
Nokia માર્કેટમાં 4 નવા ફોન લોન્ચ કર્યા છે .
Nokia એ પોતાના ફીચર ફોન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા એકસાથે ચાર નવા 4G ફીચર ફોન રજૂ કર્યા છે . કંપનીએ Nokia 235 4G ( 2026), Nokia 215 4G ( 2026 ) , Nokia 210 4G અને Nokia 200 4G લોન્ચ કર્યા છે . ચારેય ફોનમાં 4G કનેક્ટિવિટી ઉપરાંત S30+ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે . સૌથી ખાસ વાત એ છે કે દરેક મોડલમાં AI Assistant બટન આપવામાં આવ્યું છે , જેના દ્રારા વોઈસ કમાન્ડથી ટોર્ચ ચાલુ કરવી , એલાર્મ સેટ કરવો , રિમાઈન્ડર બનાવવું અથવા કોલિંગ જેવા કર્યો સરળતાથી કરી શકાય છે . જોકે , કંપનીએ હજુ સુધી આ તમામ ફોનની કિંમત જાહેર કરી નથી .
Nokia 235 4G ( 2026 ) માં 2.8 ઈંચનું IPS ડિસ્પ્લે અને QVGA રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે . તેમાં 64MB RAM અને 32GB સુધી વધારી શકાય છે . ફોનમાં 2MP નો રિયર કેમેરા LED ફ્લેશ સાથે તેમજ VGA ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . 1,450mAh બેટરી લગભગ 10 કલાકનો ઉપયોગ અને 12 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપવાનો દાવો કરે છે .
Nokia 215 4G ( 2026 ) માં પણ 2.8 ઈંચનું IPS ડિસ્પ્લે , 64MB RAM , 128MB સ્ટોરેજ અને 32GB સુધી માઈક્રોએસડી સપોર્ટ મળે છે . તેમાં VGA કેમેરા , 1,450mAh બેટરી , Bluetooth 5.0 , FM રેડિયો અને 3.5mm હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
Nokia 210 4G માં 2.4 ઈંચનું QVGA ડિસ્પ્લે , VGA ફ્રન્ટ અને રિયર કેમેરા , LED ફ્લેશ , 64MB RAM , 128MB સ્ટોરેજ અને 1,450mAh બેટરી આપવામાં આવી છે . જયારે Nokia 200 4G માં 2.4 ઈંચનું ડિસ્પ્લે , S30+ OS , 32GB સુધી માઈક્રોએસડી સપોર્ટ , Bluetooth 5.0 , USB Type - C પોર્ટ , 3.5mm હેડફોન જેક અને 13 દિવસ સુધીનો સ્ટેંડન્ડબાય ટાઈમ આપવામાં આવ્યો છે .
ચારેય મોડલમાં AI Assistant બટન , 4G સપોર્ટ અને લાંબી બેટરી લાઈફ જેવી સુવિધાઓ સાથે પરંપરાગત ફીચર ફોનમાં સ્માર્ટ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત
Cyberpunk 2077 Has Sold 40 Million Copies, CD Projekt Red Confirms