AI અને 4G સાથે આવ્યા Nokia ના નવા ફીચર ફોન , વોઇસ કમાન્ડથી થશે અનેક કામ

બધા ફોનમાં AI એસસીસ્ટન્ટ બટન મળે છે

AI અને 4G સાથે આવ્યા Nokia ના નવા ફીચર ફોન , વોઇસ કમાન્ડથી થશે અનેક કામ

Photo Credit: HMD

Nokia માર્કેટમાં 4 નવા ફોન લોન્ચ કર્યા છે .

હાઇલાઇટ્સ
  • ફોન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા એકસાથે ચાર નવા 4G ફીચર ફોન રજૂ
  • Nokia 235 4G ( 2026 ) માં 2.8 ઈંચનું IPS ડિસ્પ્લે અને QVGA રિઝોલ્યુશન
  • Nokia 210 4G માં 2.4 ઈંચનું QVGA ડિસ્પ્લે , VGA ફ્રન્ટ અને રિયર કેમેરા
જાહેરાત

Nokia એ પોતાના ફીચર ફોન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા એકસાથે ચાર નવા 4G ફીચર ફોન રજૂ કર્યા છે . કંપનીએ Nokia 235 4G ( 2026), Nokia 215 4G ( 2026 ) , Nokia 210 4G અને Nokia 200 4G લોન્ચ કર્યા છે . ચારેય ફોનમાં 4G કનેક્ટિવિટી ઉપરાંત S30+ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે . સૌથી ખાસ વાત એ છે કે દરેક મોડલમાં AI Assistant બટન આપવામાં આવ્યું છે , જેના દ્રારા વોઈસ કમાન્ડથી ટોર્ચ ચાલુ કરવી , એલાર્મ સેટ કરવો ,  રિમાઈન્ડર બનાવવું અથવા કોલિંગ જેવા કર્યો સરળતાથી કરી શકાય છે . જોકે , કંપનીએ હજુ સુધી આ તમામ ફોનની કિંમત જાહેર કરી નથી .

Nokia 235 4G ( 2026 ) માં 2.8 ઈંચનું IPS ડિસ્પ્લે અને QVGA રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે . તેમાં 64MB RAM અને 32GB સુધી વધારી શકાય છે . ફોનમાં 2MP નો રિયર કેમેરા LED ફ્લેશ સાથે તેમજ VGA  ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . 1,450mAh બેટરી લગભગ 10 કલાકનો ઉપયોગ અને 12 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપવાનો દાવો કરે છે .

Nokia 215 4G ( 2026 ) માં પણ 2.8 ઈંચનું IPS ડિસ્પ્લે , 64MB RAM , 128MB સ્ટોરેજ અને 32GB સુધી માઈક્રોએસડી સપોર્ટ મળે છે . તેમાં VGA કેમેરા , 1,450mAh બેટરી , Bluetooth 5.0 , FM રેડિયો અને 3.5mm હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે .

Nokia 210 4G માં 2.4 ઈંચનું QVGA ડિસ્પ્લે , VGA ફ્રન્ટ અને રિયર કેમેરા , LED ફ્લેશ , 64MB RAM , 128MB સ્ટોરેજ અને 1,450mAh બેટરી આપવામાં આવી છે . જયારે Nokia 200 4G માં 2.4 ઈંચનું  ડિસ્પ્લે , S30+ OS , 32GB સુધી માઈક્રોએસડી સપોર્ટ , Bluetooth 5.0 , USB Type - C પોર્ટ , 3.5mm  હેડફોન જેક અને 13 દિવસ સુધીનો સ્ટેંડન્ડબાય ટાઈમ આપવામાં આવ્યો છે .

ચારેય મોડલમાં AI Assistant બટન , 4G સપોર્ટ અને લાંબી બેટરી લાઈફ જેવી સુવિધાઓ સાથે પરંપરાગત ફીચર ફોનમાં સ્માર્ટ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »