6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition

Infinixએ ગયા અઠવાડિયે ભારતીય બજારમાં Infinix Note 60 Pro Pininfarina Edition લોન્ચ કર્યું હતું

6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition

Photo Credit: Infinix

Infinix Note 60 Pro Pininfarina Edition માં 6.78 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે છે

હાઇલાઇટ્સ
  • Infinix Note 60 Pro Pininfarina Edition હવે ભારતમાં વેચાણ માટે ઉપલધ છે
  • પાવર માટે ફોનમાં 6500mAhની મોટી બેટરી આપવામાં આવી
  • ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર છે
જાહેરાત

Infinix એ તાજેતરમાં ભારતીય બજારમાં Infinix Note 60 Pro Pininfarina Edition લોન્ચ કર્યો હતો . હવે આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે . આ ફોન આકર્ષક ડિઝાઇન , શક્તિશાળી પ્રોસેસર , મોટી બેટરી અને ઝડપી ચાર્જિંગ જેવા ફીચર્સ સાથે આવે છે . સારી ડિસ્પ્લે અને કેમેરા હોવાથી તે  દૈનિક ઉપયોગ ઉપરાંત ગેમિંગ અને મલ્ટીમીડિયા માટે પણ સારો વિકલ્પ બની શકે છે .

Infinix Note 60 Pro Pininfarina Edition  ભારતમાં કિંમત અને ઓફર્સ :

ભારતમાં Infinix Note 60 Pro Pininfarina Edition ના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 રાખવામાં આવી છે . ગ્રાહકો આ સ્માર્ટફોન કંપનીની સત્તાવાર વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે . બેંક ઓફર્સ હેઠળ રૂપિયા 2000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઉપરાંત જૂનો ફોન એક્સચેન્જ કરવાથી વધારાના રૂપિયા 2,000 સુધીનો લાભ પણ મળી શકે છે .

Infinix Note 60 Pro Pininfarina Edition  ડિસ્પ્લે  અને ફીચર્સ :

આ ફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 4500 નિટ્સ છે , જેથી તેજ તડકામાં પણ સ્ક્રીન સરળતાથી જોઈ શકાય છે . સ્ક્રીનની સુરક્ષા માટે Corning Gorilla Glass 7i આપવામાં આવ્યું છે .

પરફોર્મન્સ માટે આ ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર છે . તેમાં 8GB LPDDR5X  RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે . ફોન Android 16 પર આધારિત XOS 16 પર ચાલે છે , જે સ્મૂથ અનુભવ આપે છે .

પાવર માટે ફોનમાં 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે . તે 90W ફાસ્ટ ચાર્જિંગ અને 30W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે , જેથી ફોન ઝડપથી ચાર્જ થઇ શકે છે .

ફોટોગ્રાફી માટે પાછળની બાજુએ 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે ,જયારે સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે .

સુરક્ષા માટે ફોનમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . આ ઉપરાંત , IP64 રેટિંગ હોવાથી તે ધૂળ અને પાણીના હળવા છાંટાથી પણ સુરક્ષિત રહે છે  કનેક્ટિવિટીમાં 5G , Wi - Fi , Bluetooth 5.4, NFC , GPS અને USB Type - C પોર્ટ જેવા આધુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  2. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  3. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
  4. Nothing Phone 4b લોન્ચ પહેલા મોટો ખુલાસો Snapdragon પ્રોસેસર અને AI ફીચર્સની પુષ્ટિ
  5. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
  6. Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત
  7. ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  8. Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા
  9. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
  10. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »