Infinix Note 60 Pro એન્ટ્રી માટે તૈયાર :144Hz ડિસ્પ્લે અને 6500mAh બેટરી સાથે આવશે .

ભારતમાં Flipkart અને Infinix India ઓનલાઇન સ્ટોર દ્રારા Infinix Note 60 Pro નું વેચાણ ઉપલબ્ધ રહેશે

Infinix Note 60 Pro એન્ટ્રી માટે તૈયાર :144Hz ડિસ્પ્લે અને 6500mAh બેટરી સાથે આવશે .

Photo Credit: Infinix

આવનારા નવા Infinix Note 60 Pro વિશે બધું જ અહીં મળશે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં 13 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે
  • આ ફોનમાં ચોરસ આકારનું રિયર કેમેરા મોડયુલ મળશે જેમાં બે લેન્સ અને LED ફ્
  • ડિસ્પ્લે તરીકે તેમાં 6.78 ઇંચ LTPS AMOLED સ્ક્રીન
જાહેરાત

Infinix એ જાહેર કર્યું છે કે તે આ મહિનામાં તેનો નવો સ્માર્ટફોન Note 60 Pro લોન્ચ કરવા જઈ રહ્યો છે . આ ડિવાઇસ ઈ- કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીના   સત્તાવાર  ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ થશે . હાલમાં કંપનીએ આ ફોનની સંપૂર્ણ વિગતો હજુ ગુપ્ત રાખી છે , પરંતુ લીક્સ અને ટીઝર્સ પરથી એવું જણાય છે કે  તેમાં પાછળ એક્ટિવ મેટ્રિક્સ ડિસ્પ્લે મળશે , જે Nothing Glyph Matrix interface થી પ્રેરિત છે ,  હજુ સુધી Note 60 Pro ની ભારતમાં કિંમત જાહેર કરી નથી . આ ફોનની  સત્તાવાર કિંમત તો લોન્ચના દિવસે જ જાહેર થશે .

Infinix Note 60 Pro લોન્ચ વિગતો , ભારતમાં ઉપલબ્ધતા 

Infinix Note 60 Pro  ભારતમાં 13 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે અને આ વાતની જાણ કંપનીએ  સત્તાવાર તરીકે પુષ્ટિ કરી છે . લોન્ચ પછી આ સ્માર્ટફોન  Flipkart અને Infinix India ના ઓનલાઇન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે . આ ફોન વૈશ્વિક રીતે Deep Ocean Blue, Mist Titanium, Mocha  Brown , Solar Orange , Torino Black અને  Frost Silver જેવા કલર વિકલ્પોમાં મળી રહેશે . આમાં ભારતમાં ક્યા કલર્સ ઉપલબ્ધ રહેશે તે હજુ સુધી સ્પષ્ટ નથી . RAM અને સ્ટોરેજ માટે 8GB +128GB ,  8GB +256GB ,  12GB +256GB  વિકલ્પો મળી શકે છે .

Infinix Note 60 Pro ભારતમાં કિંમત :
Infinix એ હજુ સુધી Note 60 Pro ની ભારતમાં કિંમત જાહેર કરી નથી . જોકે તેની કિંમત પહેલાના મોડલ કરતા થોડી વધારે હોઈ શકે છે . પહેલા Infinix Note 50 Pro 2025 માં લગભગ રૂપિયા 17,000 ની આસપાસ લોન્ચ થયો હતો . તેથી નવા મોડલની કિંમત પણ આ રેન્જ કરતા થોડી વધારે રહેશે . આ ફોનની  સત્તાવાર કિંમત તો લોન્ચના દિવસે જ જાહેર થશે .
 

infinix note 60 pro india launch date inline

Infinix Note 60 Pro સ્પેસિફિકેશન્સ :
આ ફોન માટેની ડિઝાઇન હજુ સુધી કંપનીએ સંપૂર્ણ રીતે જાહેર કરી નથી , પરંતુ આ ફોનમાં ચોરસ આકારનું રિયર કેમેરા મોડયુલ મળશે જેમાં બે લેન્સ અને LED  ફ્લેશ રહેશે . આ સ્માર્ટફોનની ખાસિયત આ છે કે આના પાછળનો એક્ટિવ મેટ્રિક્સ ડિસ્પ્લે હશે , જેમાં LEDs  દ્રારા નોટિફિકેશન અને અન્ય માહિતી દર્શાવવામાં આવશે . 

આ ફોનમાં  ડિસ્પ્લે તરીકે તેમાં 6.78 ઇંચ LTPS AMOLED સ્ક્રીન મળશે , જે 1.5K રિઝોલ્યુશન , 144Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ  કરશે .  આ ફોન DCI-P3 કલર ગેમટ , 240Hz ટચ સેમ્પલિંગ રેટ , PWM ડિમિંગ અને Corning Gorilla Glass 7i પ્રોટેકશન મળશે . આ ઉપરાંત આ ફોનને  IP64 રેટિંગ પણ મળેલ છે .

infinix note 60 series infinix

પરફોર્મન્સ :
Infinix Note 60 Pro માં Qualcomm નું Snapdragon 7s Gen 4 ચિપસેટ મળવાની શક્યતા છે , જે 4nm પ્રોસેસ પર બનેલું હશે અને 2.7GHz સુધી  ક્લોક સ્પીડ  આપશે .  આ ફોનમાં ગ્રાફિક્સ માટે તેમાં Adreno A810 GPU મળશે . RAM માટે 8GB સુધી LPDDR5 અને સ્ટોરેજ માટે 256GB સુધી UFS 2.2 સપોર્ટ મળશે . આ ફોનનું સોફ્ટવેર Android 16 આધારિત XOS 16 પર ચાલશે .

કેમેરા :
ફોટોગ્રાફી માટે , Infinix Note 60 Pro માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે . આનો મુખ્ય કેમેરા 50MP OIS સાથે અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ હશે . સેલ્ફી  અને વિડીયો કોલ માટે 13MP ફ્રન્ટ કેમેરા મળશે .  આ ફોનમાં 4K 30fps સુધી વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરી શકે છે .

બેટરી :
આ ફોનમાં  6,500mAh બેટરી આપવામાં આવી છે  અને તે 90W ફાસ્ટ ચાર્જિંગ અને 30W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં
  2. ભ્રષ્ટ રાજકારણી સામે સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની જંગ ,' માર્ક ' માં મળશે એક્શન અને સસ્પેન્સનો ડોઝ 
  3. માત્ર રૂપિયા 1849 થી શરૂ થાય છે Vi ના એક વર્ષના પ્લાન , વારંવાર રિચાર્જની ઝંઝટથી મળશે રાહત
  4. 11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC
  5. 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે Samsung Galaxy A26 5G સસ્તી કિંમતે ઉપલબ્ધ
  6. કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો ! જાણો પોલિમર કરન્સીના ફાયદા અને ખાસિયતો
  7. કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ
  8. ફ્લેગશિપ ફોન હવે સસ્તામાં , Samsung Galaxy S24 5Gની કિંમતમાં મોટો ઘટાડો 
  9. ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur ટૂલથી મિનિટોમાં કરો સુધારો
  10. Xiaomi 17T Pro માં Dimensity 9500 ચિપ અને 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »