આકર્ષક કલર્સ સાથે ઓપ્પો એ લોન્ચ કર્યો Oppo K12s 5G

ઓપ્પોની K સિરીઝમાં થયો નવો એક ઉમેરો Oppo K12s 5G

આકર્ષક કલર્સ સાથે ઓપ્પો એ લોન્ચ કર્યો Oppo K12s 5G

Photo Credit: Oppo

Oppo K12s 5G પ્રિઝમ બ્લેક, રોઝ પર્પલ અને સ્ટાર વ્હાઇટ (અનુવાદિત) શેડ્સમાં આવશે

હાઇલાઇટ્સ
  • Oppo K12s 5Gનું વેચાણ શરૂ થશે 21 એપ્રિલથી
  • 80Wનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને સાથે 7,000mAhની બેટરી પણ છે
  • યુનિક કલર ઓપસન્સ સાથે
જાહેરાત

Oppo K12s 5G લોન્ચ થઈ રહ્યો છે આમાં અનેક પ્રકારના ફીચર્સ અને સુવિધાઓ જોવા મળશે જેમકે 80Wનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને એ સાથે 7,000mAhની બેટરી આવશે. ઉલ્લેખનીય છે કે આ મોબાઈલ ફોન એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોન્ચ થઈ રહ્યો છે. આ મોડેલએ ઓપ્પોના બીજા વેરિયન્ટ જે ગયા વર્ષે એપ્રિલ તેમજ ઓક્ટોબરમાં લોન્ચ થયેલ એટલે કે Oppo K12 અને K12 Plus સાથે જોડાશે.જાણીએ Oppo K12s 5G ની ડિઝાઇન્સ અને તેના ફીચર્સ,આ મોડેલમાં તેની આજુબાજુની ધાર જોવા જઈએ તું ગોળાકાર છે તે વોલ્યુમના અપ અને ડાઉન બટન તેમજ પાવર બટન ફોનને ચાલુ બંધ કરવા માટે વાપરે તે મોબાઈલ ફોનની જમણી બાજુ જોવા મળે છે અને રીઅર કેમેરાનો આકાર ચોરસ હોય તેવું લાગી રહ્યું છે કેમેરાના બે સેન્સર છે જેમાં આકાર જોવા જઈએ તો અંદાજે ગોળી આકારના સ્લોટ જોવા મળે છે. ફોનની ડિસ્પ્લે થોડી ફ્લેટ અને આગળના કેમેરા માટે સ્ક્રીનની ઉપર આવેલ છિદ્ર પાંચ સ્લૉટનું હોય એવું લાગી રહ્યું છે.

ફોનમાં અલગ અલગ કલરના વિકલ્પો પણ જોવા મળશે જેમાં પ્રિઝમ બ્લેક, રોઝ પર્પલ અને સ્ટાર વ્હાઇટ જેવા કલર્સનો સમાવેશ કરવામાં આવશે. આ ફોનમાં સારા એવા પ્રમાણમાં સ્ટોરેજ ઓપસન્સ પણ જોવા મળે છે જેમાં 8GB + 128GB સ્ટોરેજ એ સાથે બીજા વિકલ્પ છે જેમકે 8GB + 256GB, 12GB + 256GB, અને 12GB + 512GB આમ અલગ અલગ સ્ટોરેજ તેમજ રેમ ના વિકલ્પોના કારણે ગ્રાહકોને પસંદગીના વિકલ્પ મળી રહેશે. આ બધાની કિંમત તેના રેમ અને સ્ટોરેજ પરથી નક્કી થશે જેમ જેમ સ્ટોરેજ અને રેમ વધારે તેમ તેની કિંમતમાં પણ વધારો થઈ શકે છે.

Oppo K12s 5Gમાં ડિસ્પ્લે જોવા જઈએ તો 6.66-ઇંચની ફૂલ ડિસ્પ્લે જોવા મળશે એમાં 120Hz ફુલ-HD+ AMOLEDની સ્ક્રીન પણ જોવા મળશે અને સાથે સારો ચિપ સેટ પણ અવેલેબલ છે જેમાં Snapdragon 6 Gen 4 SoC, IP65-રેટેડ બિલ્ડ રહેશે. કંપની દ્વારા હેન્ડસેટ પણ આપવામાં આવશે જે 50 મેગાપિક્સલ તેમજ ડ્યુઅલ કેમેરા યુનિટ સાથે આવશે, સેલ્ફી સૂતર કેમેરામાં 16 મેગાપિક્સલ સુધીનો કેમેરો જોવા મળી શકે છે એ સાથે 5,700mm² વેપર ચેમ્બર અવેલેબલ છે. વિડીયો કોલિંગ, NFC સપોર્ટ, IR બ્લાસ્ટરમાં ડ્યુઅલ સ્પીકર હોવાની શક્યતાઓ રહેલ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »