Poco M8 Power એ Redmi Note 17નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે
Photo Credit: poco
ફોનમાં ચોરસ આકારનું કેમેરા મોડયુલ જોવા મળશે
ચીની સ્માર્ટફોન કંપની Xiaomiની સબ બ્રાન્ડ Poco તેનો M8 Power લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ આ ફોનની કેટલીક મુખ્ય ખાસિયતો જાહેર કરી છે તેમાં 8,000mAhની મોટી બેટરી મળશે . કંપનીનો દાવો છે કે એક વખતના સંપૂર્ણ ચાર્જ પર 3 દિવસની બેટરી લાઈફ મળે છે . કંપનીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં Poco M8 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો . હવે નજર નાખીએ Poco M8 Power પરની ઓફર અને સ્પેસિફિકેશન્સ પર .
Flipkart પર Poco M8 Power માટે માઈક્રોસાઇટ પણ લાઈવ થઈ ગઈ છે . આ સ્માર્ટફોન 4 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થશે . આ સ્માર્ટફોનમાં AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે . ફોનના પાછળની બાજુ ચોરસ આકારનું કેમેરા મોડયુલ જોવા મળશે , જેમાં ડયુઅલ રિયર કેમેરા , LED ફ્લેશ અને Pocoનું બ્રાન્ડિંગ હશે . કંપનીએ ફોનને ઓરેન્જ કલરમાં પણ રજૂ કર્યો છે . જોકે , અન્ય સ્પેસિફિકેશન્સ વિશે કોઈ ખાસ માહિતી આપવામાં આવી નથી . અહેવાલો મુજબ , Poco M8 Power એ Redmi Note 17નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે . Redmi Note 17 પણ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે ,
ચીનમાં લોન્ચ થયેલા Redmi Note 17માં 7 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ , 240 Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,800 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે . આ ફોનમાં Snapdragon 4 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે Android 16 આધારિત HyperOS 3 પર ચાલે છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો રિયર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . તે 1080p/30fps સુધી વિડીયો રેકોર્ડ કરી શકે છે . આ ઉપરાંત ફોનમાં ઈ - કંપાસ , એક્સેલરોમીટર , એમ્બિયન્ટ લાઈટ અને પ્રોક્સિમિટી સેન્સર જેવા ફીચર્સ પણ મળે છે .
Redmi Note 17માં પણ 8,000mAhની બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સુરક્ષા માટે તેમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે .
જાહેરાત
જાહેરાત
Apple Rolls Out iOS 26.6 With Security Fixes and Spotlight Improvements
Samsung Galaxy S27 Pro, Galaxy S27 Ultra Battery Capacities Leak; Could Get Silicon-Carbon Technology