200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ

જો તમારું બજેટ રૂપિયા 80 થી 90 હજાર વચ્ચે છે અને જો તમે પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવા માંગો છો , તો Samsung Galaxy S25 Ultra 5G તમારા માટે સારો વિકલ્પ બની શકે છે

200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ

Photo Credit: Samsung

ફોટોગ્રાફી માટે ફોનમાં 200MPનો મુખ્ય કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • જાન્યુઆરીમાં રૂપિયા 1,29,999ની કિંમતે લોન્ચ થયો હતો
  • આ ફોનમાં 200MPનો શક્તિશાળી કેમેરા
  • સ્માર્ટફોનમાં 6.9 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે
જાહેરાત

જો તમારું બજેટ રૂપિયા 80 થી 90 હજાર વચ્ચે છે અને જો તમે પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવા માંગો છો , તો Samsung Galaxy S25 Ultra 5G  તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . આ ફોનમાં 200MP નો શક્તિશાળી કેમેરા , Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર અને 5,000mAhની બેટરી આપવામાં આવી છે . ચાલો જાણીએ તેની કિંમત , ઓફર્સ અને મુખ્ય  ફીચર્સ વિશે .

Samsung Galaxy S25 Ultra 5Gની કિંમત અને ઓફર્સ :

Flipkart પર 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 86,626 રાખવામાં આવી છે . જોકે SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 4,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે , જેના પછી ફોનની અસરકારક કિંમત રૂપિયા 82,626 થઈ જાય છે .

જો તમે તમારો જૂનો ફોન એક્સચેન્જ કરો છો , તો રૂપિયા 58,700 સુધીનું એક્સચેન્જ કિંમત  પણ મળી શકે છે . આ ફોન જાન્યુઆરીમાં રૂપિયા 1,29,999ની કિંમતે લોન્ચ થયો હતો અને હવે લગભગ રૂપિયા 47,000થી વધુના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે .

Samsung Galaxy S25 Ultra 5Gના ફીચર્સ :

આ સ્માર્ટફોનમાં 6.9 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે . તેમાં 120Hz રિફ્રેશ રેટ , 1400 x 3120 પિક્સેલ્સ રિઝોલ્યુશન અને 2600 nits સુધીની પીક બ્રાઇટનેસ મળે છે . ફોનમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે Android 16 પર ચાલે છે . તેમાં 5,000mAhની બેટરી છે , જે 45 ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 200MPનો મુખ્ય કેમેરા , 50MP નો અલ્ટ્રા - વાઈડ કેમેરા , 50MPનો ટેલિફોટો કેમેરા અને 10MPનો વધુ એક ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12MP નો ફ્રંટ કેમેરો મળે છે . કનેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi 7, Bluetooth 5.4, NFC, UWB, GPS અને  USB Type-C પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે . ફોનનુ વજન 218 ગ્રામ છે અને તેની ડિઝાઈન પણ પ્રીમિયમ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ
  2. સ્વતંત્રતા દિવસ સેલમાં ખરીદીનો મોકો , Amazon - Flipkart લાવશે શાનદાર ઓફર્સ
  3. Redmi Note 17નો ટીઝર થયો જાહેર , લોન્ચ પહેલા સંભવિત કિંમત અને ફીચર્સ આવ્યા સામે
  4. Poco M8 Powerની એન્ટ્રી નક્કી , 3 દિવસની બેટરી લાઇફનો દાવો
  5. Realme P4 Power 5G પર જબરદસ્ત ઓફર
  6. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  7. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
  8. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  9. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  10. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »