Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ

જો વધુ કિંમતના કારણે ફોલ્ડેબલ ફોન નહીં ખરીદી શકતા તો , Samsung Galaxy Z Fold 6 5G સારો વિકલ્પ સાબિત થશે .

Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ

Photo Credit: Samsung

Samsung Galaxy Z Fold 6 5G માં 50 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 1,49,999 રાખવામાં આવી
  • Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું
  • કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5G , 4G LTE , Wi-Fi , Bluetooth 5.3 અને
જાહેરાત

સેમસંગે હાલમાં જ તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 6 5G બજારમાં લોન્ચ કર્યો હતો . જો અત્યાર સુધી તેની વધુ કિંમતને કારણે તમે આ સ્માર્ટફોન ખરીદી શક્યા ન હોવ , તો હવે તમારા માર સારો મોકો છે . હાલમાં Flipkart પર આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . એટલું જ નહીં , બેંક ઓફર્સનો લાભ લઈને ગ્રાહકો વધુ બચત પણ કરી શકે છે . ચાલો જાણીએ આ સ્માર્ટફોનની નવી કિંમત , ઓફર્સ અને મુખ્ય ફીચર્સ વિશે .

Samsung Galaxy Z Fold 6 5G ઓફર કિંમત :
ફ્લિપકાર્ટ પર Samsung Galaxy Z Fold 6 5Gના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 1,49,999 રાખવામાં આવી છે . જો ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરે છે, તો તેમને રૂપિયા 4,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 1,45,999 થઈ જાય છે . આ સ્માર્ટફોન જુલાઈ 2024માં રૂપિયા 1,64,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે હાલમાં તેના પર કુલ રૂપિયા 19,000નો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે .

Samsung Galaxy Z Fold 6 5Gના ફીચર્સ :
ફીચર્સની વાત કરીએ તો , Samsung Galaxy Z Fold 6 5Gમાં 7.6 ઇંચની QXGA+Dynamic AMOLED 2X Infinity Flex  મુખ્ય ડિસ્પ્લે આપવામાં આવી છે . સાથે જ 6.3 ઇંચની Dynamic AMOLED 2X કવર ડિસ્પ્લે પણ મળે છે , જે રોજિંદા ઉપયોગને વધુ સરળ બનાવે છે . આ સ્માર્ટફોન Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેમાં Qualcomm Snapdragon 8 Gen 3  પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે .

પાવર માટે ફોનમાં 4,400mAh બેટરી આપવામાં આવી છે , જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે તેમાં IP48 રેટિંગ પણ આપવામાં આવ્યું છે . ફોટોગ્રાફી માટે પાછળની બાજુ 50MPનો મુખ્ય કેમેરા , 12MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 10MPનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 10MPનો ફ્રન્ટ કેમેરા તેમજ 4MPનો અંડર - ડિસ્પ્લે કેમેરા આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5G , 4G LTE , Wi-Fi , Bluetooth 5.3 અને NFC જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ સામેલ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  2. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
  3. HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા
  4. Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ
  5. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
  6. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  7. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
  8. હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ
  9. બેંકિંગ અને ઓનલાઇન ડેટાની સુરક્ષા પર ક્વોન્ટમ કમ્પ્યુટરનો ખતરો , નવી ટેક્નોલોજી પર કામ શરૂ
  10. પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »