પાવર બેંકથી મિની કૂલર સુધી , Prime Day સેલમાં બજેટ ગેજેટ્સ ખરીદવાની તક

Amazon Prime Day નો આજે અંતિમ દિવસ છે

પાવર બેંકથી મિની કૂલર સુધી , Prime Day સેલમાં બજેટ ગેજેટ્સ ખરીદવાની તક

Photo Credit: Pexels/Sibin. S George

સ્માર્ટ ગેજેટ્સ આપણી લાઈફ સરળ બનાવે છે .

હાઇલાઇટ્સ
  • Amazon Basics 10,000mAh પાવર બેંક લગભગ રૂપિયા 549 ની ઓફર કિંમતે ઉપલબ્ધ
  • Bouncefit D20 Y68 Fitness Band લગભગ રૂપિયા 377માં ઉપલબ્ધ છે
  • Floor Crevice Nail Drill Mini Cooler પણ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
જાહેરાત

Amazon Prime Day 2026 સેલનો આજે છેલ્લો દિવસ હોવાથી ઓછી કિંમતે સ્માર્ટ ગેજેટ્સ ખરીદવાની આ સારી તક છે . ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર રોજિંદા ઉપયોગમાં આવતા અનેક ગેજેટ્સ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . ખાસ કરીને રૂપિયા 500 ની આસપાસના બજેટમાં પાવર બેંક , પોર્ટેબલ ફેન , વાયરલેસ ઈયરબડ્સ , ફિટનેસ બેન્ડ , પોર્ટેબલ ફેન અને મિની કૂલર જેવા પ્રોડક્ટ્સ ખરીદી શકાય છે . આ ઉપરાંત પસંદગીના બેંક કાર્ડથી ચુકવણી કરનાર ગ્રાહકોને વધારાની બચતનો લાભ પણ મળી શકે છે .

Amazon Basics 10,000mAh :

સેલમાં Amazon Basics 10,000mAh પાવર બેંક લગભગ રૂપિયા 549 ની ઓફર કિંમતે ઉપલબ્ધ છે . તેમાં 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ , બે USB- A  પોર્ટ અને એક USB Type -C પોર્ટ આપવામાં આવ્યા છે . મલ્ટી લેયર સેફટી ફીચર્સ અને કોમ્પેકટ ડિઝાઈનને કારણે તે મુસાફરી દરમિયાન પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે .

Kratos TW02 EarBuds :

Kratos TW02 EarBuds લગભગ રૂપિયા 497 માં ખરીદી શકાય છે . કંપનીના દાવા મુજબ તેમાં એક વખત ચાર્જ કર્યા બાદ 30 કલાક સુધીનું બેટરી બેકઅપ મળે છે . ઉપરાંત નોઈઝ કેન્સલેશન , ક્લિયર કોલિંગ , Bluetooth 5.3 વોઈસ આસિસ્ટન્ટ સપોર્ટ અને IPX5 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે .

Bouncefit D20 Y68 Fitness Band  :

Bouncefit D20 Y68 Fitness Band લગભગ રૂપિયા 377માં ઉપલબ્ધ છે . તેમાં હાર્ટ રેટ મોનિટરિંગ , Bluetooth કનેક્ટિવિટી અને વોટરપ્રુફ ડિઝાઈન આપવામાં આવી છે . કંપનીના જણાવ્યા અનુસાર ટૂંકા સમયના ચાર્જિંગ બાદ તે આખો દિવસ ઉપયોગમાં લઈ શકાય છે અને Android તેમજ iOS બંને ડિવાઇસ સાથે કામ કરે છે .

DRIFTX Portable Hand Fan :

ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને DRIFTX Portable Hand Fan પણ લગભગ રૂપિયા 449 માં ઉપલબ્ધ છે . તેમાં 1000mAh રિચાર્જેબલ બેટરી અને મિસ્ટ સ્પ્રે હ્યુમિડિફાયર ફીચર આપવામાં આવ્યું છે , જે ઘર , ઓફિસ અથવા મુસાફરી દરમિયાન ઉપયોગી બની શકે છે .

Floor Crevice Nail Drill Mini Cooler :

આ ઉપરાંત હળવા વજનનું Floor Crevice Nail Drill Mini Cooler પણ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . તેનું વજન આશરે 300 ગ્રામ છે અને ઘર તેમજ ઓફિસમાં વ્યક્તિગત કૂલિંગ માટે ઉપયોગી વિકલ્પ બની શકે છે . પસંદગીના Amazon Pay ICICI Bank કાર્ડથી ચુકવણી કરવા પર વધારાના કેશબેકનો લાભ પણ મેળવી શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »