Prime Day સેલમાં Xiaomi 17 Ultra થી Redmi A7 સુધી ફોન થયા સસ્તા

Xiaomi અને Redmi એ બજેટમાં ખરીદી શકાય તેવા મોડલ્સની વિગતો જાહેર કરી છે

Prime Day સેલમાં Xiaomi 17 Ultra થી Redmi A7 સુધી ફોન થયા સસ્તા

Photo Credit: Gadgets 360

Xiaomi 17T ની શરૂઆતની કિંમત રૂપિયા 59,999 રાખવામાં આવી હતી .

હાઇલાઇટ્સ
  • સેલ દરમિયાન સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટવોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ
  • ડિટ કાર્ડ તેમજ EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • બજેટ સેગમેન્ટમાં Redmi A7 , Redmi A7 Pro અને Redmi 15C 5G જેવા સ્માર્ટફો
જાહેરાત

Amazon Prime Day 2026 સેલનો બીજો દિવસ સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકો માટે ખાસ બની રહ્યો છે . સેલ દરમિયાન સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટવોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડકટ્સ પર મોટા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . ખાસ કરીને Xiaomi અને Redmi ના સ્માર્ટફોન પર કંપનીએ વિવિધ પ્રાઈસ સેગમેન્ટમાં આકર્ષક ઓફર્સ જાહેર કર્યા છે . છેલ્લા કેટલાક સમયથી વધતા ઉત્પાદન ખર્ચ અને મોંઘા થતા કોમ્પોનેન્ટ્સને કારણે સ્માર્ટફોનની કિંમતો વધી રહી છે . આવી સ્થિતિમાં આ સેલ ગ્રાહકો માટે ઓછા ખર્ચે નવો ફોન ખરીદવાની સારી તક બની શકે છે .

સેલ દરમિયાન એન્ટ્રી- લેવલ , મિડ - રેન્જ અને ફ્લેગશિપ સહિત લગભગ દરેક કેટેગરીના Xiaomi અને Redmi સ્માર્ટફોન પર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો Xiaomi 17 Ultra ને ખાસ ઓફર કિંમતમાં ખરીદી શકે છે . જયારે ઓછા ખર્ચમાં ફ્લેગશિપ અનુભવ ઈચ્છતા લોકો માટે Xiaomi 17T એક સારો વિકલ્પ બની શકે છે . બજેટ સેગમેન્ટમાં Redmi A7 , Redmi A7 Pro અને Redmi 15C  5G જેવા સ્માર્ટફોન પણ ડિસ્કાઉન્ટેડ કિંમતે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે .

Amazon Prime સભ્યોને સામાન્ય ડિસ્કાઉન્ટ ઉપરાંત વધારાના લાભ પણ મળશે . SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ , Axis Bank ક્રેડિટ કાર્ડ તેમજ EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું  છે . Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 5 ટકા અનલિમિટેડ કેશબેકનો પણ લાભ મળશે .

આ ઉપરાંત , પસંદગીના સ્માર્ટફોન પર જૂના ફોનને એક્સચેન્જ કરીને રૂપિયા 66,000 સુધીનું એક્સચેન્જ બોનસ મેળવવાની તક છે . જે ગ્રાહકો એકસાથે સંપૂર્ણ રકમ ચૂકવવા માંગતા નથી તેઓ પસંદગીના મોડલ્સ પર 12 મહિના સુધીની નો - કોસ્ટ EMI સુવિધાનો પણ લાભ લઈ શકે છે . વિવિધ ઓફર્સના સાથે સ્માર્ટફોનથી લઈને ફ્લેગશિપ સુધીના સ્માર્ટફોન બજેટમાં ખરીદી શકાશે . Prime Day સેલ દરમિયાન આ ઓફર્સ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ હોવાથી પસંદગીના મોડલ્સ પર સ્ટોક પૂર્ણ થાય તે પહેલા ખરીદી કરવી વધુ ફાયદાકારક બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »