જો Wi-Fiની સ્પીડ ધીમી થઈ જાય કે ઇન્ટરનેટ ન ચાલે તો ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે
Photo Credit: pexel
એલ્યુમિનિયમ ફોઈલથી Wi-Fiને સાચી દિશા આપવામાં મદદ મળે છે
ઘરમાં Wi-Fiનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે . ઓફિસનું કામ હોય , ઓનલાઈન અભ્યાસ , ટીવી જોવું કે મોબાઈલ ચલાવવો હોય , બધું જ ઈન્ટરનેટ પર આધારિત છે . આવી સ્થિતિમાં જો Wi-Fi ધીમું ચાલે તો મુશ્કેલી ઊભી થાય છે . ઘણા લોકો માને છે કે રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી સ્પીડ વધી જાય છે . પરંતુ શું આ વાત સાચી છે ? એક રિસર્ચમાં આ અંગે રસપ્રદ માહિતી સામે આવી છે .
રિસર્ચમાં જાણવા મળ્યું :
અમેરિકાની Dartmouth Collegeના સંશોધકોએ WiPrint નામની ટેક્નોલોજી વિકસાવી છે . તેમાં સામાન્ય રસોડામાં વપરાતી એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી . તેના બદલે 3D પ્રિન્ટેડ ખાસ ડિઝાઈનવાળો રિફ્લેક્ટર પર એલ્યુમિનિયમની પાતળી પરત ચડાવવામાં આવી છે . આ રિફ્લેક્ટર Wi-Fiના સિગ્નલને ઘરના એવા ભાગમાં મોકલે છે જ્યાં વધુ સારા કવરેજની જરૂર હોય . સાથે જ ઘરની બહાર જતો સિગ્નલ પણ ઘટાડે છે .
સામાન્ય ફોઈલથી નહીં મળે એવો ફાયદો :
રિસર્ચમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે માત્ર સામાન્ય એલ્યુમિનિયમ ફોઈલને રાઉટરની પાછળ લગાવવાથી આ પ્રકારનો ફાયદો મળતો નથી . સારો પરિણામ મેળવવા માટે રિફ્લેક્ટરનું કદ અને ડિઝાઈન ખુબ મહત્વના છે . દરેક રિફ્લેક્ટર ઘરના રૂમ અને લેઆઉટ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે .
ફાયદો :
આ ટેક્નોલોજીથી ઘરના જરૂરી વિસ્તારોમાં Wi-Fiનું કવરેજ અને ઈન્ટરનેટ સ્પીડમાં સુધારો જોવા મળ્યો . સાથે જ ઘરની બહાર ફેલાતા સિગ્નલમાં ઘટાડો થયો . પરિણામે નેટવર્કનો બિનજરૂરી વિસ્તાર ઓછો થાય છે અને બહારના લોકો માટે તમારા Wi-Fiને શોધવું થોડું મુશ્કેલ બની શકે છે .
સુરક્ષા માટે પૂરતું નથી :
રિસર્ચમાં એ પણ જાણવાયું છે કે આ કોઈ સુરક્ષા ઉપાય નથી . Wi-Fiને સુરક્ષિત રાખવા માટે મજબૂત પાસવર્ડ , WPA3 એન્ક્રિપ્શન અને રાઉટરના નિયમિત ફર્મવેર અપડેટ્સ જરૂરી છે .
રાઉટરના સિગ્નલ દરેક દિશામાં :
મોટાભાગના ઘરેલુ Wi-Fi રાઉટર દરેક દિશામાં રેડિયો સિગ્નલ મોકલે છે . તેથી ઘરની બહાર પણ થોડો સિગ્નલ પહોંચે છે ,જેનો કોઈ ખાસ ફાયદો થતો નથી . ખાસ ડિઝાઈન કરાયેલા રિફ્લેક્ટરનો હેતુ આ સિગ્નલને જરૂરી દિશામાં કેન્દ્રિત કરવાનો છે , જેથી ઘરની અંદર વધુ સારી કનેક્ટિવિટી મળી શકે .
જાહેરાત
જાહેરાત