ગુજરાતના સાણંદમાં CG SEMI OSAT સેમિકન્ડક્ટર ફેસીલિટીમાં વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ થયો છે
Photo Credit: X/@narendramodi
ચિપ ટેસ્ટિંગ ઓગસ્ટ 2025 માં શરૂ થઈ
ગુજરાતના સાણંદમાં CG SEMI આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સેમિકન્ડક્ટર ફેસીલિટીમાં વ્યવસાયિક ઉત્પાદનનો સત્તાવાર પ્રારંભ થયો છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું . વર્ષ 2026માં કામગીરી શરૂ કરનાર ભારતના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તરીકે આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે . દેશમાં મજબૂત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ઉભું કરવાની દિશામાં આ એક મોટું પગલું ગણાય છે .
ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે , આ સિદ્ધિ " ડિઝાઈન ઈન ઈન્ડિયા " અને " મેક ઈન ઈન્ડિયા " અભિયાનને વધુ મજબૂત બનાવે છે . તેમને આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા બદલ ઈજનેરો , કર્મચારીઓ અને ઉધોગ ભાગીદારોના પ્રયાસોની પ્રશંસા કરી હતી . તેમના જણાવ્યા મુજબ ભારત હવે માત્ર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ બનાવતું દેશ નહીં , પરંતુ સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે .
આ પ્રોજેક્ટની શરૂઆત માર્ચ 2024માં થઈ હતી . ત્યારબાદ ઓગસ્ટ 2025થી ચિપ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે જુલાઈ 2026થી વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે . કેન્દ્રીય ઇલેક્ટ્રિનિક્સ અને માહિતી પ્રોધોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સમગ્ર પ્રોજેક્ટ લગભગ 27 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યો છે .
CG SEMI OSAT ફેસિલિટી જાપાનની " Renesas Electronics " સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે . આ પ્રોજેકટમાં ભારત , જાપાન અને થાઈલેન્ડના સહયોગથી રૂપિયા 7,600 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે . હાલ આ પ્લાન્ટ દર વર્ષે અંદાજે 20 કરોડ યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે , જેને ભવિષ્યમાં વધારીને 500 કરોડ યુનિટ પ્રતિ વર્ષ સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે .
અહીં તૈયાર થનારી સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ સિસ્ટમ , ઇલેક્ટ્રિક સ્કૂટર તેમજ વિવિધ ઐધોગિક સાધનોમાં કરવામાં આવશે . સાથે જ આ ચિપ્સને જાપાન , અમેરિકા અને યુરોપ જેવા વૈશ્વિક બજારોમાં નિકાસ કરવાની પણ યોજના છે .
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સેમિકન્ડક્ટર ઉધોગનો વિકાસ માત્ર એક ફેક્ટરીથી નહીં , પરંતુ સંપૂર્ણ ઈકોસિસ્ટમના વિકાસથી શક્ય બને છે . તેમને કહ્યું કે સાણંદ હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે . અહીં પહેલેથી જ અનેક અગ્રણી કંપનીઓ કાર્યરત છે અને આગામી સમયમાં કેમિકલ સપ્લાયર્સ , ટેસ્ટિંગ લેબ , ડિઝાઈન સેન્ટર તથા સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ્સના આગમન સાથે સમગ્ર વિસ્તાર ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત
iPhone Air 2 Tipped to Feature Bigger Battery, Dual Rear Cameras