Realme થી OnePlus સુધી, Prime Day સેલમાં રૂપિયા 40 હજારની અંદરના ફોન પર મોટી બચત

Amazon Prime Day 2026 નો આજે અંતિમ દિવસ છે જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે જ ખરીદો

Realme થી OnePlus સુધી, Prime Day સેલમાં રૂપિયા 40 હજારની અંદરના ફોન પર મોટી બચત

Photo Credit: OnePlus

OnePlus Nord CE 6માં 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો છે .

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day 2026 નો આજે અંતિમ દિવસ છે
  • Redmi Turbo 5નું 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 37,999માં ઉપલબ્ધ છે
  • Samsung Galaxy A56 5Gનું 8GB + 128GB મોડેલ રૂપિયા 31,999માં
જાહેરાત

Amazon Prime Day 2026 નો આજે અંતિમ દિવસ હોવાથી નવો સ્માર્ટફોન ખરીદવાની યોજના ધરાવતા ગ્રાહકો માટે આ અંતિમ તક બની શકે છે . સેલ દરમિયાન વિવિધ બ્રાન્ડના સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ , કૂપન ઓફર્સ અને બેંક લાભ આપવામાં આવી રહ્યા છે . ખાસ કરીને રૂપિયા 40,000 સુધીના બજેટમાં પ્રીમિયમ ફીચર્સ ધરાવતા અનેક મોડલ્સ ઓછી કિંમતે ઉપલબ્ધ થયા છે .

Realme 16 Pro 5G :
Realme 16 Pro 5Gનું 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ આશરે રૂપિયા 39,989માં ઉપલબ્ધ છે . Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરનાર ગ્રાહકોને 5 ટકા સુધીના કેશબેકનો લાભ મળી શકે છે . ફોનમાં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ , MediaTek 7300 - Max પ્રોસેસર અને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7000mAh બેટરી આપવામાં આવી છે .


Redmi Turbo 5 :
Redmi Turbo 5નું 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 37,999માં ઉપલબ્ધ છે . કૂપન ઓફર બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 35,999 સુધી પહોંચી શકે છે .તેમાં 6.9 ઇંચની 120Hz ડિસ્પ્લે , MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ અને 100W HyperCharge સપોર્ટ સાથે 7540mAh બેટરી આપવામાં આવી છે .

Vivo V70 FE 5G : 

Vivo V70 FE 5Gનું 8GB + 128GB મોડેલ રૂપિયા 37,999 માં લિસ્ટ થયું છે . HDFC Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ચુકવણી પર  ફ્લેટ રૂપિયા 3,800નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળતા તેની અસરકારક કિંમત લગભગ રૂપિયા 34,199 થાય છે . ફોનમાં 7000mAh બેટરી , 90W ફાસ્ટ ચાર્જિંગ , 200MP પ્રાઈમરી કેમેરા અને 50MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે .

Samsung Galaxy A56  5G : 
Samsung Galaxy A56  5Gનું  8GB + 128GB મોડેલ રૂપિયા 31,999માં ઉપલબ્ધ છે . તેમાં Exynos 1580 ચિપસેટ અને 50MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે . બીજી તરફ OnePlus Nord CE6 પણ આશરે રૂપિયા 31,998માં ખરીદી શકાય છે . તેમાં Snapdragon 7s Gen 4 પ્રોસેસર, 8000mAh બેટરી , 50MP રિયર અને 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »