બાંગ્લાદેશ બનશે રિજનલ ઈન્ટરનેટ હબ ? સ્ટારલિંકને મળી અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સર્વિસની મંજૂરી

એલન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોવાઇડર કંપની Starlink હવે બાંગ્લાદેશથી સર્વિસ પુરી પાડશે

બાંગ્લાદેશ બનશે રિજનલ ઈન્ટરનેટ હબ ? સ્ટારલિંકને મળી અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સર્વિસની મંજૂરી

Photo Credit: Starlink

Starlink સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ આપે છે

હાઇલાઇટ્સ
  • એલન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા આપતી કંપની Starlink
  • સ્ટારલિંક માત્ર નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોના ગ્રાહકોને જ આ અનફિલ્ટર
  • સ્ટારલિંકને બાંગ્લાદેશમાં નોન - જીયોસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટ આધારિત સેવા
જાહેરાત

એલન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા આપતી કંપની Starlink એ દક્ષિણ એશિયામાં પોતાની સેવાઓના વિસ્તરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે . બાંગ્લાદેશ સરકારે કંપનીને એવા પ્રકારની મંજૂરી આપી છે , જેના આધારે સ્ટારલિંક બાંગ્લાદેશ મારફતે નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોમાં અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સેવા પૂરી પાડી શકશે . સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રમાં આ પ્રકારની મંજૂરી મળવાનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે .

બાંગ્લાદેશના ડાક , ટેલિકોમ અને માહિતી પ્રૌધોગિકી મંત્રાલયની મંજૂરી બાદ " બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન "( BTRC ) એ સ્ટારલિંકને આ સેવા માટે લીલી ઝંડી આપી છે . જોકે , આ અનફિલ્ટર્ડ ઈન્ટરનેટ સેવા બાંગ્લાદેશની અંદર ઉપયોમાં લઈ શકાશે નહીં . દેશના સ્થાનિક ગ્રાહકો માટે હાલના ઈન્ટરનેટ નિયમો અને ફિલ્ટરિંગ વ્યવસ્થા યથાવત રહેશે .

નવી વ્યવસ્થા મુજબ સ્ટારલિંક માત્ર નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોના ગ્રાહકોને જ આ અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સેવા આપી શકશે . આ સેવા બદલ કંપની બાંગ્લાદેશ સરકારને નિશ્ચિત કમિશન ચુકવશે , જેના કારણે સરકારને વધારાની આવક પણ મળશે .

નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણયથી બાંગ્લાદેશને રિજનલ ઈન્ટરનેટ અને ડેટા ટ્રાન્ઝિટ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે . સાથે જ સ્થાનિક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને સરહદ પાર ડેટા ટ્રાન્સમિશનમાં ભાગ લેવાની અને વિદેશી ચલણ મેળવવાની નવી તક પણ મળશે .

શરૂઆતના તબક્કામાં સ્ટારલિંક " Bangladesh  Submarine Cables PLC " સાથે થયેલા કરાર હેઠળ જરૂરી બેન્ડવિડ્થ મેળવશે . જો આ કંપની સંપૂર્ણ ક્ષમતા મુજબ સેવા પૂરી નહીં પાડી શકે તો " Summit Communications Limited " અને " Fiber@Home Limited " પાસેથી પણ બેન્ડવિડ્થ મેળવવાની જોગવાઈ રાખવામાં આવી છે . આ મોડલથી બાંગ્લાદેશના હાલના ટેલિકોમ ઇન્ફ્રાસ્ટક્ચરનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ સેવાઓનો નિકાસ માટે નવો માર્ગ ખુલશે .

સ્ટારલિંકને બાંગ્લાદેશમાં નોન - જીયોસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટ આધારિત સેવા આપવા માટે 29 એપ્રિલ , 2025ના રોજ BTRC તરફથી લાઇસન્સ મળ્યું હતું અને તે જ વર્ષના ઓગસ્ટ મહિનાથી કંપનીએ વ્યવસાયિક કામગીરી શરૂ કરી હતી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »