Prime Day સેલમાં OnePlus Pad 2 લોન્ચ કિંમત કરતાં લગભગ રૂપિયા 11 હજાર સસ્તું

Amazon Prime Day 2026 નો આજે અંતિમ દિવસ છે

Prime Day સેલમાં OnePlus Pad 2 લોન્ચ કિંમત કરતાં લગભગ રૂપિયા 11 હજાર સસ્તું

Photo Credit: OnePlus

OnePlus Pad 2માં 13 પેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day 2026 સેલનો આજે છેલ્લો દિવસ
  • OnePlus Pad 2માં 12.1 ઇંચની 3K LCD ડિસ્પ્લે આપવામાં આવી
  • ટેબ્લેટમાં 9510mAh બેટરી આપવામાં આવી છે
જાહેરાત

Amazon Prime Day 2026 સેલનો આજે છેલ્લો દિવસ હોવાથી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ખરીદવા માટે આ છેલ્લી તક છે . જો તમે નવું ટેબ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો OnePlus Pad 2 પર મળતી ઓફર ધ્યાન ખેંચે તેવી છે . સેલ દરમિયાન આ ટેબ્લેટ લોન્ચ કિંમતની સરખામણીએ નોંધપાત્ર ઘટાડા સાથે ઉપલબ્ધ છે . ઉપરાંત પસંદગીના બેંક કાર્ડ દ્રારા ચુકવણી કરનાર ગ્રાહકોને વધારાના કેશબેકનો લાભ પણ મળી શકે છે .


OnePlus Pad 2 ઓફર કિંમત :

OnePlus Pad 2 ની 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં આશરે રૂપિયા 31,999માં ઉપલબ્ધ છે . આ જ મોડલ જુલાઈ 2024માં રૂપિયા 42,999ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું . એટલે કે હાલની ઓફર હેઠળ ગ્રાહકોને લગભગ રૂપિયા 11,000 ની સીધી બચત મળી રહી છે . Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી 5 ટકા સુધીના કેશબેકનો લાભ પણ મળી શકે છે , જેના કારણે અસરકારક કિંમત વધુ ઓછી થઈ શકે છે .


OnePlus Pad 2 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

ફીચર્સની વાત કરીએ તો OnePlus Pad 2માં 12.1 ઇંચની 3K LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2120x 3000 પિક્સલ રિઝોલ્યુશન , 144Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ટેબ્લેટમાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે હાઈ - પરફોર્મન્સ અને સ્મૂથ મલ્ટીટાસ્કિંગ  માટે સક્ષમ માનવામાં આવે છે . તેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને તે Android 14 આધારિત OxygenOS 14 પર કામ કરે છે .

ટેબ્લેટમાં 9510mAh બેટરી આપવામાં આવી છે , જે 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ફોટોગ્રાફી મે પાછળની તરફ 13 મેગાપિક્સલનો કેમેરા અને વિડીયો કોલિંગ તથા સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7, Bluetooth 5.4 ડયુઅલ બેન્ડ Wi-Fi અને USB Type- C પોર્ટ જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે .  માત્ર 6.49 મિમી જાડાઈ અને લગભગ 584 ગ્રામ વજન ધરાવતું આ ટેબ્લેટ મલ્ટીમીડિયા , અભ્યાસ અને ઓફિસના કામ માટે એક ર્પીમિયમ વિકલ્પ બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »