હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ

ફોટો અને વિડીયો માટે તેમાં 8MP કેમેરો આપવામાં આવ્યો છે , જે Full HD વિડીયો અને 4K ફોટો કેપ્ચર સપોર્ટ કરે છે . કેમેરાને વોઇસ કમાન્ડ અથવા ગ્લાસીસ પરના બટનથી ચલાવી શકાય છે .

હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના  SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ

Photo Credit: Pebble

લોન્ચ ઓફરમાં તેને રૂપિયા 9,999માં ખરીદી શકાય છે

હાઇલાઇટ્સ
  • લોન્ચ ઓફરમાં તેને રૂપિયા 9,999માં ખરીદી શકાય
  • સ્માર્ટ ગ્લાસીસનું પ્રી - બુકીંગ શરૂ થઈ ગયું
  • SEEQ AI સ્માર્ટ ગ્લાસીસમાં 75 ભારતીય અને વિદેશી ભાષાઓનું તાત્કાલિક ભાષાંત
જાહેરાત

Pebbleએ ભારતમાં નવા  SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા છે . કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટ ગ્લાસીસ AI , કેમેરા અને સ્માર્ટ કનેક્ટિવિટીની મદદથી યુઝર્સને હેન્ડ્સ ફ્રી અનુભવ આપશે . તેમાં 8MP કેમેરા , Full HD વિડીયો રેકોર્ડિંગ , 4K ફોટો કેપ્ચર , AI આસિસ્ટન્ટ , ઝડપી ભાષાંતર  અને સ્માર્ટ ઇમેજ ઓળખ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .

કંપનીની વેબસાઈટ પર SEEQ AI સ્માર્ટ ગ્લાસીસનું પ્રી - બુકીંગ શરૂ થઈ ગયું છે . તેની MRP રૂપિયા 12,999 છે , પરંતુ લોન્ચ ઓફરમાં તેને રૂપિયા 9,999માં ખરીદી શકાય છે . આ સ્માર્ટ ગ્લાસીસ  ટાઇટન બ્લેક અને સ્ટીલ્થ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે . તેનું વેચાણ Flipkart , PebbleCart અને પસંદગીના ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ પર પણ થશે .

આ સ્માર્ટ ગ્લાસીસમાં બિલ્ટ - ઈન AI આસિસ્ટન્ટ આપવામાં આવ્યો છે , જેને Hey, Seeq  કહીને શરૂ કરી શકાય છે . યુઝર્સ સામાન્ય સવાલો પૂછવાની સાથે કોઈ પણ વસ્તુ વિશે માહિતી મેળવી શકે છે . તેમાં સ્માર્ટ ઇમેજ ઓળખવાની સુવિધા છે . જે વસ્તુઓ , જાણીતા સ્થળો , સાઈનબોર્ડ અને અલગ -અલગ ભાષામાં લખાયેલા લેખને પણ ઓળખી શકે છે .

ફોટો અને વિડીયો માટે તેમાં 8MP કેમેરો આપવામાં આવ્યો છે , જે Full HD વિડીયો અને 4K ફોટો કેપ્ચર સપોર્ટ કરે છે . કેમેરાને વોઇસ કમાન્ડ અથવા ગ્લાસીસ પરના બટનથી ચલાવી શકાય છે . સાથે જ રેકોર્ડિંગ ચાલુ હોય ત્યારે લાઈટ ચાલુ થાય છે , જેથી આસપાસના લોકોને તેની જાણ રહે .

SEEQ AI સ્માર્ટ ગ્લાસીસમાં 75 ભારતીય અને વિદેશી ભાષાઓનું તાત્કાલિક ભાષાંતર કરવાની સુવિધા છે . આ ફીચર Seeq મોબાઈલ એપ સાથે કામ કરે છે અને વાતચીતનો તરત જ અનુવાદ બતાવે છે .

ઓડિયો માટે તેમાં OpenWaveX Open-Ear Audio ટેક્નોલોજી આપવામાં આવી છે . તેની મદદથી યુઝર્સ સોંગ્સ પણ સાંભળી શકે છે , કોલ્સ કરી શકે છે અને વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકે છે , સાથે જ આસપાસના અવાજ પણ સરળતાથી સાંભળી શકે છે . ફ્રેમ પર ટચ કરીને ગીત , કોલ અને વોલ્યુમ પણ કંટ્રોલ કરી શકાય છે .

આ સ્માર્ટ ગ્લાસીસનું વજન 50 ગ્રામથી ઓછું છે . તેમાં નંબરવાળા લેન્સ લગાવી શકાય છે અને જરૂર મુજબ લેન્સ બદલી પણ શકાય છે . કંપનીનું કહેવું છે કે તેમાં એવી સુરક્ષા વ્યવસ્થા પણ આપવામાં પણ આપવામાં આવી છે કે  જે અજાણ્યા વ્યક્તિને  ફોટા અને વીડિયોની ઍક્સેસ મેળવવાથી રોકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
  2. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  3. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
  4. હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ
  5. બેંકિંગ અને ઓનલાઇન ડેટાની સુરક્ષા પર ક્વોન્ટમ કમ્પ્યુટરનો ખતરો , નવી ટેક્નોલોજી પર કામ શરૂ
  6. પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર
  7. ટચસ્ક્રીન MacBook તરફ Appleનું મોટું પગલું OLED ડિસ્પ્લે સાથે આવી શકે નવું મોડલ
  8. Vi Movies & TV પેક આવ્યું , રૂપિયા 200માં OTT સબ્સ્ક્રિપ્શન સાથે 30GB ડેટા
  9. ChinaJoy ઇવેન્ટમાં આવી શકે છે Redmi K100 સિરીઝ , લીક્સમાં સામે આવ્યા મોટા ફીચર્સ
  10. દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર , ગામડાઓ સુધી પહોંચ્યું 4G અને 5G
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »