Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા

આમાં 60°C હોટ એર ફ્લો આપવામાં આવ્યો છે જેથી દુર્ગંધ પણ દૂર થાય છે

Xiaomiએ  Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા

Photo Credit: Xiaomi

Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5Cને હાલમાં લોન્ચ કર્યો છે

હાઇલાઇટ્સ
  • Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5Cને હાલમાં ચીનમાં લોન્ચ કર્યો છે .
  • તેમાં ટ્રિપલ એન્ટી - ટેન્ગલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો
  • ડિવાઈસમાં 60°C હોટ એર ફ્લો આપવામાં આવ્યો
જાહેરાત

ચીની ટેક કંપની Xiaomiએ પોતાના સ્માર્ટ હોમ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવો  Mijia Wireless Floor Cleaner 5C લોન્ચ કર્યો છે . આ કંપનીનો બજેટ ફ્લોર ક્લીનર છે , જે અગાઉના મોડલની સરખામણીએ અનેક અપગ્રેડેડ ફીચર્સ સાથે આવે છે . કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ એક જ ચાર્જમાં 341 ચોરસ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરી શકે છે અને સતત 45 મિનિટ સુધી કાર્ય કરે છે . ઉપરાંત , તેમાં 60 ડિગ્રી સેલ્સિયસ હોટ એર ડ્રાયિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે .

Xiaomi Mijia Wireless Floor Cleaner 5Cની કિંમત :

Xiaomiએ  Mijia Wireless Floor Cleaner 5Cને હાલમાં ચીનમાં લોન્ચ કર્યો છે . તેની કિંમત 999 યુઆન ( અંદાજે રૂપિયા 14,000 ) રાખવામાં આવી છે . ગ્રાહકો તેને કંપનીની અધિકૃત વેબસાઈટ પરથી ખરીદી શકશે . તેની વેચાણ પ્રક્રિયા 3 ઓગસ્ટથી શરૂ થશે . હાલ કંપનીએ તેને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવાની કોઈ માહિતી આપી નથી .

Xiaomi Mijia Wireless Floor Cleaner 5Cના ફીચર્સ :

નવા ફ્લોર ક્લીનરમાં 18,000Pa સક્શન પાવર આપવામાં આવી શકે છે , જે ધૂળ , ગંદકી તેમજ પાળતું પ્રાણીઓના ખરેલા વાળને અસરકારક રીતે સાફ કરવામાં મદદ કરે છે . આ ડિવાઈસ વિવિધ પ્રકારના ફ્લોર પર સરળતાથી કામ કરી શકે છે .

કંપનીએ તેમાં ટ્રિપલ એન્ટી - ટેન્ગલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે , જેના કારણે લાંબા વાળ અથવા પાળતું પ્રાણીઓના વાળ બ્રશમાં સરળતાથી ફસાતા નથી. પરિણામે ક્લીનરની જાળવણી સરળ બને છે અને વારંવાર વાળ કાઢવાની જરૂર પડતી નથી .

આ ઉપરાંત , ડિવાઈસમાં 60°C હોટ એર ફ્લો આપવામાં  આવ્યો છે , જે ફ્લોરને ઝડપથી સુકવવામાં મદદ કરે છે અને દુર્ગંધ પણ દૂર કરે છે . કંપનીનો દાવો છે કે ક્લીનર ખૂબ ઓછો અવાજ કરે છે અને કામગીરી દરમિયાન માત્ર 50dB સુધીનો જ અવાજ ઉત્પન્ન કરે છે . હાલમાં આ પ્રોડક્ટ ચીનના બજાર માટે રજૂ કરવામાં આવ્યો છે , જયારે અન્ય દેશોમાં તેની ઉપલબ્ધતા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  2. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  3. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  4. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  5. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  6. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  7. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  8. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  9. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  10. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »