એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 સેલની ભારતમાં શરૂઆત થઈ ગઈ છે. તેના પ્રાઇમ મેમ્બરને તેનો લાભ એક દિવસ અગાઉથી જ મળ્યો છે.
એમેઝોન સેલ 2025: સેલ ઇવેન્ટ દરમિયાન OnePlus Pad 3 (ચિત્રમાં) રૂ. 47,999 માં ખરીદી શકાય છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 સેલની ભારતમાં શરૂઆત થઈ ગઈ છે. તેના પ્રાઇમ મેમ્બરને તેનો લાભ એક દિવસ અગાઉથી જ મળ્યો છે. સેલ હેઠળ અગ્રણી બ્રાન્ડના ડિવાઈઝ ડિસ્કાઉન્ટ હેઠળ લિસ્ટ કરાયા છે. ઘટાડેલા ભાવ સાથે ગ્રાહકને બેંક ઓફર્સ તેમજ એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે તમારા ટેબ્લેટને અપગ્રેડ અથવા બદલવાનું આયોજન કરી રહ્યા છો, તો સેલ હેઠળ મળી રહેલી ઓફર્સનો લાભ અવશ્ય લેવો જોઈએ.અગાઉ આપણે સ્માર્ટફોન Samsung, Vivo, iQOO, OnePlus, Redmi, and Xiaomi સહિતની બ્રાન્ડમાં ડિસ્કાઉન્ટની માહિતી મેળવી. અહીં આજે અગ્રણી બ્રાન્ડના ટેબ્લેટમાં મળી રહેલા ડિસ્કાઉન્ટની માહિતી આપવામાં આવી છે.
OnePlus Pad 3 ની કિંમત રૂ. 54,999 છે જે આ સેલ હેઠળ રૂ. 47,999 જેટલી ઓછી કિંમતે ખરીદી શકાય છે. OnePlus Pad Lite ની કિંમત રૂ. 24,999 છે તે સેલ હેઠળ રૂ. 11,999માં મળશે. Samsung Galaxy Tab S10 Lite રૂ. 36,999 ને સ્થાને રૂ. 23,499 માં ઓફર કરાઈ રહ્યું છે. Lenovo Yoga Tab Plus જેની કિંમત રૂ. 89,999 છે તે સેલમાં રૂ. 45,999માં મળશે.
Lenovo Idea Tab Pro રૂ. 48,999 ને બદલે રૂ. 23,999માં, Samsung Galaxy Tab S10 Lite રૂ. 36,999ને સ્થાને રૂ. 23,499માં, Lenovo Idea Tab (Pen સાથે) રૂ. 25,000 ને સ્થાને રૂ. 15,749માં, Redmi Pad Pro રૂ. 24,999 ને સ્થાને રૂ. 15,499માં તેમજ Lenovo Tab Plus રૂ. 34,000ના મૂલ્યનું રૂ. 13,499માં મળશે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 હેઠળ ડિવાઈઝની માત્ર કિંમતમાં જ ઘટાડો નથી કરાયો પણ અન્ય લાભો પણ આપવામાં આવ્યા છે. SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકો 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ગ્રાહક EMI પ્લાન, કૂપન્સ અને એક્સચેન્જ વિકલ્પોનો પણ લાભ લઈ શકે છે. કેટલાક ઉત્પાદનોમાં આ વધારાના લાભ પહેલાથી ઓફરમાં શામેલ કરાયા છે.
એમેઝોન દ્વારા સ્માર્ટફોન, એરપોડ્સ, લેપટોપ, ટીવી તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમો પર પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે. અગાઉ અમે આ અંગે વિગતો જણાવી હતી. આ સેલ દશેરા અને દિવાળી સુધી લંબાઈ શકે છે. તેથી જેને આ સેલ હેઠળ વાજબી ભાવે સારા ઉત્પાદનો ખરીદવા હોય તેમને આ સેલ નિરાશ નહીં કરે.
જાહેરાત
જાહેરાત