ચાઇનીઝ કંપનીની પેટા કંપની આઇકુ દ્વારા iQOO 15 આ મહિનાના અંતમાં 20 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે.
Photo Credit: iQOO
iQOO Watch GT 2 માં 2.07-ઇંચ ડિસ્પ્લે હશે
ચાઇનીઝ કંપનીની પેટા કંપની આઇકુ દ્વારા iQOO 15 આ મહિનાના અંતમાં 20 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ કંપની તેના અન્ય ઉત્પાદનો પણ સાથે લોન્ચ કરી રહી છે. જેમાં, iQOO Pad 5e ટેબ્લેટ, iQOO Watch GT 2, iQOO TWS 5 ઇયરબડ્સનો સમાવેશ થાય છે. હાલમાં તેના પ્રી ઓર્ડર ચાલુ થઈ ગયા છે. iQOO Pad 5e સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટથી સજ્જ હોવાની પુષ્ટિ થઈ છે અને તેમાં 12.1-ઇંચ ડિસ્પ્લે હશે.iQOO Pad 5e, Watch GT 2, TWS 5 લોન્ચ,iQOO Pad 5e, iQOO Watch GT 2 અને iQOO TWS 5 નું લોન્ચ 20 ઓક્ટોબરે રાખવામાં આવ્યું છે. ચીનમાં તે સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) શરૂ થશે. કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 15 પણ આ જ લોન્ચ ઇવેન્ટમાં રજૂ કરાશે તેવી માહિતી કંપનીએ તેની એક પોસ્ટ દ્વારા આપી છે. iQOO એ તેની ચાઇના વેબસાઇટ દ્વારા ટેબ્લેટ, ઇયરફોન અને સ્માર્ટવોચ માટે પ્રી-રિઝર્વેશન સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.
20 ઓક્ટોબરના રોજ થનારા ઇવેન્ટમાં લોન્ચ થનારો iQOO 15 સ્માર્ટફોન મુખ્ય આકર્ષણ રહેશે. તે નવા લોન્ચ થયેલા સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5 ચિપસેટ પર ચાલશે અને તેમાં 6.85 ઇંચ 2K 8T LTPO સેમસંગ "એવરેસ્ટ" ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેનો રિફ્રેશ રેટ 144Hz છે. ફોનમાં કંપનીનો Q3 ગેમિંગ ચિપસેટ શામેલ હશે.
લોન્ચ થઈ રહેલા iQOO Pad 5e ટેબ્લેટમાં Snapdragon 8s Gen 3 ચિપસેટ, ટેબ્લેટમાં 10,000mAh બેટરી રહેશે. 12.1 ઇંચ ડિસ્પ્લે અને 2.8K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવશે. લોન્ચ થનારી iQOO Watch GT 2માં 2.07 ઇંચ ડિસ્પ્લે અને તે BlueOS ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવશે. તેમાં એક જીમિંગ મોડ પણ આપવામાં આવશે જે એક જ ચાર્જ પર 33 દિવસ સુધી ચાલશે. iQOO TWS 5 ઇયરફોન ગેમિંગ માટે 60db એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC) સાથે આવશે અને 42ms લેટન્સી રેટ આપશે તેવી જાહેરાત કરાય છે.
iQOO Pad 5e ને લીલા રંગના વિકલ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેમાં પાછળના ભાગમાં ગોળાકાર કેમેરા મોડ્યુલ છે.
જાહેરાત
જાહેરાત