એપલ દ્વારા મહિનાના અંતમાં લોન્ચ ઈવેન્ટ યોજાવાની શક્યતા

ચાલુ મહિના દરમ્યાન જ એપલ દ્વારા યોજાનારા ઈવેન્ટમાં M5 iPad Pro, AirTag 2 લોન્ચ થાય તેવી શક્યતા છે.

એપલ દ્વારા મહિનાના અંતમાં લોન્ચ ઈવેન્ટ યોજાવાની શક્યતા

Photo Credit: Apple

2023 માં એપલના ઓક્ટોબર લોન્ચ ઇવેન્ટને 'સ્કેરી ફાસ્ટ' નામ આપવામાં આવ્યું હતું

હાઇલાઇટ્સ
  • એપલનો લોન્ચ ઇવેન્ટ ઓક્ટોબરના અંતમાં યોજાવાની શક્યતા
  • M5 iPad Pro, AirTag 2 લોન્ચ કરાશે
  • ઓર્ડર રિલીઝના અઠવાડ્યા બાદ અંદાજિત 7 નવેમ્બરથી શરૂ થશે
જાહેરાત

એપલ દ્વારા નજીકના ભવિષ્યમાં યોજાનારા ઈવેન્ટમાં M5 iPad Pro, AirTag 2 લોન્ચ થાય તેવી શક્યતા છે. ગયા મહને iPhone 17 લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે હવે M5થી ચાલનાર iPad Proમાં વિવિધ વિકલ્પ ઉપરાંત વિઝન પ્રો અને એરટેગ 2 લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. એપલ દ્વારા સ્માર્ટ હોમ ડિવાઈઝની શ્રેણીમાં નવા ઉત્પાદનો રજૂ કરાશે. હાલમાં કંપની દ્વારા જો કે આ અંગે હજુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ, વિઝન પ્રોમાં અપડેટ તેમજ M5-સંચાલિત iPad Pro અને AirTag 2 લોન્ચ કરવા આવી શકે છે.એપલ ઓક્ટોબર ઇવેન્ટ તારીખ,કંપનીએ 2021માં 18 ઓક્ટોબરના રોજ તેના ફોલ ઇવેન્ટ દરમિયાન M1 સંચાલિત MacBook Pro મોડેલ્સ, AirPods 3 અને હોમપોડ મિનીના નવા કલરમાં લોન્ચ કર્યા હતા. તેના એક વર્ષ પછી એપલે 18 ઓક્ટોબરે એક પ્રેસ રિલીઝ દ્વારા M2 સંચાલિત iPad, 10મી જેનના iPad, અને ત્રીજી જનરેશનના Apple TV 4K લોન્ચ કર્યા હતા. ત્યારબાદ 30 ઓક્ટોબર, 2023 ના રોજ આયોજિત લાઇવ ઇવેન્ટ, જેને Scary Fast નામ આપવામાં આવ્યું હતું તેમાં M3-સંચાલિત MacBook Pro અને iMac બજારમાં મૂક્યા હતા. આમ, એપલ તેના ઉત્પાદનોને રજૂ કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવે છે.

M4 સંચાલિત MacBook Pro, iMac અને Mac mini મોડેલો ગયા વર્ષે પ્રેસ રિલીઝ તેમજ નાનકડા પરિચય વીડિયો દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. આમ, માની શકાય કે એપલ દર બીજા વર્ષે તેના ડિવાઈઝ લોન્ચ કરવા લાઇવ ઇવેન્ટ યોજે છે. ગયા વર્ષે ઇવેન્ટ ના યોજાયો હોવાથી મહદઅંશે આ વર્ષે ઇવેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવે તેમ લાગે છે.
અગાઉ એપલ દ્વારા તેના લોન્ચ કાર્યક્રમ ઓક્ટોબરના મધ્યભાગમાં યોજાતો હતો. જો કે હવે મહિનાના અંત ભાગમાં યોજાય છે આમ એપલનો આ વર્ષે લોંચ ઇવેન્ટ ઓક્ટોબરના અંત ભાગમાં લગભગ 28 થી 30 ઓક્ટોબર દરમ્યાન યોજાશે.

જો આ વાત સાચી સાબિત થાય, તો લોન્ચ થયેલા ઉત્પાદનોના પ્રી-ઓર્ડર તેમના રિલીઝ પછીના અઠવાડિયાથી, અંદાજિત 7 નવેમ્બરથી શરૂ થશે.

આ અંગેની તમામ માહિતી અમે તમારા સુધી પહોચાડતા રહીશું. અગાઉ થયેલા લોન્ચને આધારે હાલમાં તો માત્ર અનુમાન કરવામાં આવી રહ્યું છે. એપલ દ્વારા ટૂંકમાં જ લોન્ચ અંગે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »