USB ટાઇપ-C કનેક્ટિવિટીને સપોર્ટ કરશે OnePlus Pad 3
 
                Photo Credit: OnePlus
વનપ્લસ પેડ 3 ફ્રોસ્ટેડ સિલ્વર અને સ્ટોર્મ બ્લુ શેડ્સમાં આવે છે
ગુરુવારે ભારતમાં OnePlus 13s ની સાથે OnePlus Pad 3 ની પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ચાઇનીઝ ટેક બ્રાન્ડનું ટેબલેટ બે કલરમાં આવશે જેમાં 3.4K રિઝોલ્યુશન અને 7:5 પાસા રેશિયો સાથે 13.2-ઇંચ ડિસ્પ્લે મળી રહેશે અને સ્ટોરેજ કેપેસિટી જોવા જઈએ તો તે 16GB સુધીની RAM અને 512GB સુધીની સ્ટોરેજ સાથે આવશે. સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ જોવા મળશે તે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે જેમાં બેટરી જોવા જઈએ તો તે 12,140mAh બેટરી ક્ષમતા ધરાવે છે.જાણો ભારતમાં OnePlus Pad 3 ની કિંમત અને ફિચર્સ,આ મોડેલ માં અનેક ફિચર્સ જોવા મળે છે ગ્રાફીન કમ્પોઝિટ મટિરિયલથી બનેલા વેપર ચેમ્બર જોવા મળશે જે ગરમીને દૂર કરવા માટે મદદ કરશે. આ ટેબલેટ OnePlus Stylo 2 અને OnePlus સ્માર્ટ કીબોર્ડ (અલગથી વેચાય છે) એની સાથે જોઇન્ટ કરી કીબોર્ડને 110 થી 165 ડિગ્રીના ખૂણામાં ગોઠવી શકાશે. એ સાથે ટેબ્લેટમાં મલ્ટીટાસ્કિંગ માટે સુધારેલ ઓપન કેનવાસની સુવિધા પણ ઉપલબ્ધ છે જે વપરાશકર્તાઓને પૂર્ણ સ્ક્રીનમાં એકસાથે ત્રણ એપ્લિકેશનો ઍક્સેસ કરવાની પરવાનગી આપે છે.
એ સાથે આમાં 8 સ્પીકર મળી રહેશે અને ડીવાઈસના કનેક્શન માટેના વિકલ્પોમાં બ્લૂટૂથ 5.4, Wi-Fi 7 અને USB ટાઇપ-C પોર્ટ આવશે. એ સાથે ટેબ્લેટ ફેસ અનલોક ફીચરને પણ સપોર્ટ કરે છે.
આ મોડેલ Android 15-આધારિત OxygenOS 15 આધારિત ચાલે છે સ્ક્રીન 540Hz ટચ સેમ્પલિંગ રેટ અને 600 nits પીક બ્રાઇટનેસ સાથે આવશે અને ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 13.2-ઇંચ 3.4K (2,400×3,392 પિક્સેલ્સ) LCD ડિસ્પ્લે જોવા મળશે 144Hz સુધીનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 315ppi પિક્સેલ ડેન્સિટી,7:5 આસ્પેક્ટ રેશિયો અને 89.3 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો ધરાવે છે.
ડિસ્પ્લેમાં TUV રાઈનલેન્ડ આઇ કેર 4.0 સર્ટિફિકેશન આવેલું છે. તે સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ સાથે Adreno 830 GPU અને 16GB સુધી LPDDR5T RAM આધારે કામ કરે છે અને સ્ટોરેજ જોવા જઈએ તો 512GB સુધી UFS 4.0 સ્ટોરેજ કેપેસીટી મળી રહેશે. કેમેરો જોવા જઈએ તો તેમાં 13-MPનો રિયર કેમેરા અને 8-MP નો સેલ્ફી શૂટર મળી રહેશે.
આ મોડેલ અનેક સ્ટોરેજ વેરિયન્ટના વિકલ્પો સાથે આવશે જેમાં 12GB + 256GB, 16GB + 512GB RAM અને દરેક સ્ટોરેજ વેરિયન્ટની કિંમત પણ અલગ અલગ હશે જેની સત્તાવાર માહિતી જાહેર થઈ નથી જે ટુંક સમયમાં જાહેર થશે. કલર વિકલ્પોની વાત કરીએ તો તે ફ્રોસ્ટેડ સિલ્વર અને સ્ટોર્મ બ્લુ રંગમાં જોવા મળી રહેશે છે.
જાહેરાત
જાહેરાત
 Scientists May Have Finally Solved the Sun’s Mysteriously Hot Atmosphere Puzzle
                            
                            
                                Scientists May Have Finally Solved the Sun’s Mysteriously Hot Atmosphere Puzzle
                            
                        
                     Vivo X300 Series Launched Globally With 200-Megapixel Zeiss Camera, Up to 6.78-Inch Display: Price, Features
                            
                            
                                Vivo X300 Series Launched Globally With 200-Megapixel Zeiss Camera, Up to 6.78-Inch Display: Price, Features
                            
                        
                     Canva Introduces Revamped Video Editor, New AI Tools and a Marketing Platform
                            
                            
                                Canva Introduces Revamped Video Editor, New AI Tools and a Marketing Platform
                            
                        
                     Thode Door Thode Paas OTT Release Date: Know When and Where to Watch it Online
                            
                            
                                Thode Door Thode Paas OTT Release Date: Know When and Where to Watch it Online