ઓપ્પો ચીનમાં 25 ડિસેમ્બરે Oppo Pad Air 5 ટેબ્લેટ લોન્ચ કરશે. ઓપ્પો શોપ પર તેનું પ્રી-ઓર્ડર પેજ લાઇવ છે. Oppo Pad Air 5 ટેબ્લેટ લોન્ચ અગાઉ તેની ડિઝાઇન, મુખ્ય સ્પેસિફિકેશન્સ અને વેરિઅન્ટ્સની વિગતો જાહેર કરાઈ છે.
ઓપ્પોએ પુષ્ટિ આપી છે કે તે ઓપ્પો પેડ એર 5 નામનું નવું ટેબલેટ લોન્ચ કરશે.
ઓપ્પો ચીનમાં 25 ડિસેમ્બરે Oppo Pad Air 5 ટેબ્લેટ લોન્ચ કરશે. ઓપ્પો શોપ પર તેનું પ્રી-ઓર્ડર પેજ લાઇવ છે. Oppo Pad Air 5 ટેબ્લેટ લોન્ચ અગાઉ તેની ડિઝાઇન, મુખ્ય સ્પેસિફિકેશન્સ અને વેરિઅન્ટ્સની વિગતો જાહેર કરાઈ છે. પ્રી-ઓર્ડર પેજ પરથી જાણવા મળે છે કે Oppo Pad Air 5 ફક્ત Wi-Fi પર ચાલે તેવા અને Wi-Fi + 5G વર્ઝનમાં આવશે. આ ટેબ્લેટ સ્પેસ ગ્રે, સ્ટારલાઇટ પાવડર અને સ્ટારલાઇટ પિંક જેવા શેડ્સમાં વેચાશે. ઓપ્પોના જણાવ્યા પ્રમાણે તે સ્ટાઇલિશ, લાઇટવેઇટ તેમજ પોર્ટેબલ છે. તે લગભગ વનપ્લ્સ પેડ ગો 2 જેવું જ દેખાય છે જે હાલમાં જ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરાયું છે.
Oppo Pad Air 5 માં 2.8K રિઝોલ્યુશન ડિસ્પ્લે આવશે અને તે ColorOS પર ચાલશે. તે 10,050mAh બેટરીથી સજ્જ છે.
Wi-Fi આવૃત્તિ 8GB રેમ અને 128GB સ્ટોરેજ, 8GB રેમ અને 256GB સ્ટોરેજ તેમજ 12GBરેમ અને 256GB સ્ટોરેજ સાથે મળશે. 5G વર્ઝન ફક્ત 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે સ્પેસ ગ્રે રંગમાં ઉપલબ્ધ હશે.
ઉપર દર્શાવેલા સ્પેસિફિકેશન્સ સૂચવે છે કે Oppo Pad Air 5, OnePlus Pad Go 2 નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે, જે તાજેતરમાં અન્ય બજારોમાં રજૂ થયું છે. તેથી, એવી શક્યતા છે કે Pad Air 5 12.1-ઇંચ LCD 2.8K 120Hz ડિસ્પ્લે, ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા ચિપસેટ, LPDDR4x RAM, UFS 3.1 સ્ટોરેજ અને 33W ચાર્જિંગ સાથે 10,050mAh બેટરી સાથે આવી શકે છે.
ડિવાઈઝ ફ્રન્ટ અને બેક સાઇડ 8-મેગાપિક્સલ કેમેરાથી સજ્જ હોઈ શકે છે. ઑડિઓ માટે, તેમાં ક્વોડ-સ્પીકર સેટઅપ અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માટે ફેસ અનલોક શામેલ હોઈ શકે છે. તે ડોલ્બી એટમોસ અને 33w સુપર VOOC ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. તેના ભાવ હાઉ જાહેર કરાયા નથી જે આગામી અઠવાડિયે વેચાણમાં આવે ત્યારે જાણવા મળશે.
ઓપ્પો પેડ એર 5, ઓપ્પો પેડ એર 2 નું અનુગામી હશે, જે 2023 માં લોન્ચ થયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, પેડ એર 2 એ ચીનની બહારના બજારોમાં રિલીઝ થયેલા વનપ્લસ પેડ ગોનું રિબ્રાન્ડેડ વર્ઝન પણ હતું.
જાહેરાત
જાહેરાત
New FIFA Game to Launch on Netflix Games in Time for FIFA World Cup Next Year
Honor Magic V6 Tipped to Launch With 7,200mAh Dual-Cell Battery, Snapdragon 8 Elite Gen 5 SoC