OnePlus 15T માં 1.5K 165Hz ડિસ્પ્લે મળવાની શક્યતા , મુખ્ય સ્પેક્સની પુષ્ટિ

ટિપસ્ટર મુજબ OnePlus 15Tમાં 165Hz ડિસ્પ્લે અને હાઈ fps ગેમિંગ સપોર્ટ મળી શકે છે .7,500mAh બેટરીની સાથે 100W ચાર્જિંગ તો ખરા જ .

OnePlus 15T માં 1.5K 165Hz ડિસ્પ્લે મળવાની શક્યતા , મુખ્ય સ્પેક્સની પુષ્ટિ

Photo Credit: OnePlus

One Plus 15T એ ચીનના 13Tનો આગામી અનુગામી છે .

હાઇલાઇટ્સ
  • 1.5K રિઝોલ્યુશન વાળો ડિસ્પ્લે
  • "ગ્લેશિયર બેટરી "
  • LUMO પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા
જાહેરાત

OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થવાની ધારણા છે અને તે OnePlus ની ફ્લેગશિપ લાઇનઅપમાં નવું મોડેલ બનશે, જેમાં પહેલાથી જ OnePlus 15 અને OnePlus 15Rનો સમાવેશ થાય છે . જોકી આની કોઈ સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી , પરંતુ તાજેતરના લીક અને કંપનીના અધિકારોના નિવેદનો  દ્રારા સ્માર્ટફોન વિષે કેટલીક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે . Digital Chat Station   દ્રારા ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર  શેર કરાયેલી માહિતી મુજબ OnePlus 15Tમાં 1.5K રિઝોલ્યુશન વાળો  ડિસ્પ્લે હોઈ શકે છે ,જે 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે 

ટિપસ્ટરનું કહેવું છે કે આ ફીચર તેને નાની સ્ક્રીન ધરાવતા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં અનોખું બનાવશે .ઊંચા રિફ્રેશ રેટને કારણે સ્માર્ટફોનમાં ગેમિંગ અનુભવ વધુ સ્મૂથ બની શકે છે અને કેટલાક ટાઈટલમાં 165fps સુધીનું ગેમપ્લે મળવાની શક્યતાઓ છે .

લીક મુજબ આ ફોનમાં PUBG Mobile , Call of Duty Mobile, League of Legends:Wild Rift, CrossFire:Legends અને  Arena Breakout જેવી લોકપ્રિય રમતોમાં 165fps સુધી સપોર્ટ આપી શકે છે .

આ દરમિયાન , OnePlus ચીનના પ્રમુખ " Louis Li Jie" એ OnePlus 15T વિષે કેટલીક મુખ્ય વિશેષતાઓની પુષ્ટિ કરી છે . તેમના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોન 6.32 ઇંચ ફ્લેટ ડિસ્પ્લે સાથે આવશે અને તેને પ્રદર્શન કેન્દ્રિત કોમ્પેકટ ફ્લેગશિપ તરીકે રજુ કરવામાં આવશે . આ ફોનમાં ચારે બાજુ પાતળા બેઝલ્સ પણ  આપવામાં આવશે , જેથી આ ફોનનો દેખાવો વધુ સારું બનશે .

આ ફોનની બેટરી પણ મુખ્ય વિશેષતાઓમાંની એક હશે .આ ફોનની બેટરીની ક્ષમતા 7,500mAh છે અને તે "ગ્લેશિયર બેટરી " કહેવાય છે . જે  કેટલાક મોટા ફ્લેગશિપ ફોન કરતા પણ મોટી હોઈ શકે .આ ઉપરાંત આ ફોનમાં 100W સુપર ફ્લેશ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે .આ ફોનમાં  LUMO પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા , IP68 અને IP69 રેટિંગ પણ છે .અન્ય ફીચર્સમાં 50W  વાયરલેસ ચાર્જિંગ , 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર અને  મેગ્નેટિક એક્સેસરી ઇકોસિસ્ટમનો સપોર્ટ સામેલ છે .

કંપનીએ જણાવ્યા અનુસાર આવતા સોમવારે OnePlus  15T ની ડિઝાઇન જાહેર કરવામાં આવશે .

સંબંધિત સમાચાર

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »