સેલ દરમિયાન મોબાઇલ એસેસરીઝમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ એમેઝોન આપી રહ્યું છે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે જેમાં, એમેઝોન દ્વારા સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફર, એક્સચેન્જ ઓફર જેવા અનેકવિધ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સેલ દરમિયાન મોબાઇલ એસેસરીઝમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ એમેઝોન આપી રહ્યું છે

Photo Credit: Amazon

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 મોબાઇલ એસેસરીઝ પર 80 ટકા સુધીની છૂટ આપે છે

હાઇલાઇટ્સ
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે
  • વાજબી ભાવે હેડફોન ખરીદવાની સોનેરી તક
  • મોબાઇલ એસેસરીઝમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે
જાહેરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે જેમાં, એમેઝોન દ્વારા સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફર, એક્સચેન્જ ઓફર જેવા અનેકવિધ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અનેક ઉત્પાદન શ્રેણીઓ જેમકે, સ્માર્ટફોન, ટીવી રેફ્રિજરેટર, ટેબ્લેટ્સ, પીસી, ફોન એસેસરીઝ તેમજ ગારમેન્ટ્સ પર આ ઓફર કરાશે. આગામી સેલ દરમિયાન મોબાઇલ એસેસરીઝમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ એમેઝોન આપી રહ્યું છે અને ડિસ્કાઉન્ટ પછી ભાવ એસેસરીઝ માન્યમાં ના આવે તેટલા ઘટાડેલા ભાવે મળી રહી છે. એમેઝોન દ્વારા ઘણા ટ્રુલી વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ પર કેટલીક પ્રારંભિક ડીલ્સ ઓફર કરવાનું શરૂ કરી દીધું છે.

સોનીનું WF-C710NSA રૂ. 12,999 ને બદલે રૂ. 6,999 માં મળશે. JBL Live 770nc, Truke Mega 9, અને Noise Buds N1 સહિતના હેડફોન ઘણા ઓછા ભાવે લિસ્ટ કરાયા છે. Boat Nirvana lon જેની કિંમત રૂ. Rs. 7,999 છે તે માત્ર રૂ. 1,649માં મળશે. pTron Bassbuds Astra રૂ. 2,899 ને સ્થાને રૂ. 599માં ખરીદી શકાશે. Sony WF-C710NSA અડધી કિંમતે રૂ. 12,999 ને સ્થાને રૂ. 6,999માં મળશે. Mivi SuperPods Immersioમાં ભારે ડિસ્કાઉન્ટ અપાશે અને તે રૂ . 6,499ને બદલે રૂ. 1,799માં મળશે. JBL Live 770nc ની કિંમત રૂ. 14,999 છે જે રૂ. 7,999માં તેમજ Truke Mega 9નો ભાવ રૂ. 3,999 છે એ ડિસ્કાઉન્ટ પછી માત્ર રૂ. 999 અને Noise Buds N1 રૂ. 3,499ને બદલે રૂ. 799માં મળશે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં પ્રાઇમ મેમ્બર એક દિવસ અગાઉથી જ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. વાયરલ હેડસેટ પહેલાથી જ સેલમાં મૂકવામાં આવ્યા છે અને તે હાલમાં લાઇવ છે. સેલમાં જાણીતી કંપનીઓ જેમકે બોટ, નોઈઝ અને સોની જેવી કંપનીઓ તેમના લેટેસ્ટ હેડફોન્સમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે.

સેલમાં ડિસ્કાઉન્ટ ઓફર ઉપરાંત SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ દ્વારા તેમજ EMIનો વિકલ્પ લઈ ખરીદી પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. કેટલીક વસ્તુઓ પર નો કોસ્ટ ઈમાઈનો લાભ અપાયો છે આ સાથે જ ICICI Amazon Pay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા માટે ઑફર્સ અને કૂપન ડિસ્કાઉન્ટનો લાભ આપે છે. આમ, જેને પણ હેડફોન ખરીદવાના હોય તે લોકો માટે આ સેલ જરા પણ નિરાશ નહીં કરે તેની ખાતરી મળે છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »