Photo Credit: Amazon
એમેઝોન પ્રાઇમ ડે 2025 સેલ ફક્ત પ્રાઇમ સભ્યો માટે જ છે
ભારતમાં એમેઝોન પ્રાઈમ 2025 સેલની શરૂઆત આગામી સાપ્તાહે થશે. આ સેલની શરૂઆત પહેલા કંપનીએ કેટલાક સેલ ડીલ્સના ટીઝર પણ સાઈટ પર મુક્યા છે. આ સેલ, ખાસ એમેઝોન પ્રાઈમના મેમ્બર માટે રહેશે. આ સેલની શરૂઆત 12 જુલાઈએ થશે અને તે 14 જુલાઈ સુધી રહેશે. જેમાં પ્રાઈમ મેમ્બરોને સ્માર્ટફોન અને તેની એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ TV, એપ્લાયન્સીઝ, એમેઝોન ડિવાઇઝીસ, ઘર અને રસોડાની આઇટમો, ફર્નિચર ફેશન અને વસ્ત્રો પર ભાવમાં કાપ પણ લાગુ કર્યો છે. આથી આ દરેક વસ્તુઓ ગ્રાહકને ઓછી કિંમતમાં મળી રહેશે. આ સાથે જ ઈ કોમર્સ જાયન્ટ દ્વારા ICICI અને SBI Bank cardથી ખરીદીમાં પણ વધારાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરાયું છે.
ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા તેના પ્રાઈમ મેમ્બર્સ માટે એમેઝોન પ્રાઈમ ડે 2025 સેલમાં સ્માર્ટફોન અને તેની એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રહેશે. સેલ દરમ્યાન iPhone 15, Samsung Galaxy S24 Ultra, OnePlus 13s, and iQOO Neo 10R ના ભાવમાં પણ ઘટાડો જોવાશે તે વાતની પુષ્ટિ કરી છે.
72 કલાકના આ સેલમાં સેમસંગ, ઓપ્પો, વનપ્લસ અને ઓનર બ્રાન્ડના નવા ઉત્પાદનો પણ છે. Prime Day 2025 saleમાં Samsung Galaxy M36 5G, OnePlus Nord 5, OnePlus Nord CE 5, iQOO Z10 Lite 5G, Realme Narzo 80 Lite 5G, Honor X9c, Oppo Reno 14 series, અને Lava Storm Lite 5G ની ખરીદી ડિસ્કાઉન્ટેડ ભાવે કરી શકાશે.
Amazon દ્વારા ICICI અને SBI બેન્ક સાથે જોડાણ કરી તેના ક્રેડિટ કાર્ડ પર અને ઇએમઆઇ પાર લેનારા માટે 10 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. સેલમાં લેપટોપ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ટેબ્લેટ્સ અને સ્પીકર્સ પાર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રહેશે. સેલમાં Samsung Galaxy Tab S9 FE કે જેની કિંમત રૂ. 44,999 છે તે રૂ. 28,999માં મળી શકશે. HP OmniBook 5, Asus Vivobook 15 અને Acer Aspire Lite પણ ઓછા ભાવે મળશે.
TV બ્રાન્ડ જેમકે, Sony, Samsung, LG, TCL અને Xiaomiના મોડેલ પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ઘરેલુ ઉપકરણો પાર પણ 65 ટાકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
આ સેલ માત્ર પ્રાઈમ મેમ્બર્સ માટે જ હોવાથી લાભ લેવા પ્રાઈમ મેમ્બરશિપ લઇ શકાય છે. અથવા 30 દિવસના ફ્રી ટ્રાયલની શરૂઆત કરી શકે છે. ભારતમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપની વાર્ષિક કિંમત રૂ. 1499 છે અને વર્ષ માટે એમેઝોન પ્રાઈમ શોપિંગ એડિશનની કિંમત રૂ. 399 છે.
જાહેરાત
જાહેરાત