સેમસંગ આવતા વર્ષની શરૂઆતમાં ગેલેક્સી A-સિરીઝમાં કેટલાંક મોડેલો લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.
Photo Credit: Samsung
Samsung Galaxy A37 અને A57 એન્ડ્રોઇડ 16 સાથે લોન્ચ થવાની શક્યતા છે
સેમસંગ આવતા વર્ષની શરૂઆતમાં ગેલેક્સી A-સિરીઝમાં કેટલાંક મોડેલો લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક ટિપસ્ટરના દાવા મુજબ, દક્ષિણ કોરિયન ટેક સમૂહ દ્વારા ગેલેક્સી A07 5Gના થી લોન્ચની શરૂઆત થશે, અને તે આ મહિને અથવા આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રાન્ડ ગેલેક્સી A37 અને ગેલેક્સી A57 ને તેના તેમના લોન્ચની ટાઈમલાઈન કરતાં વહેલા રજૂ કરશે, અને બંને મોડેલો સેમસંગની માલિકીના એક્ઝીનોસ પ્રોસેસર સાથે આવી શકે છે.Samsung Galaxy A07 5G, Galaxy A37 અને Galaxy A57 લોન્ચ સમયરેખા,Samsung Galaxy A07 5G ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2026 માં લોન્ચ થવાની ધારણા છે. બની શકે કે, સેમસંગના વાર્ષિક Galaxy Unpacked ઇવેન્ટ પહેલાં જે તેને લોન્ચ કરવામાં આવે. સામાન્યરીતે ફ્લેગશિપ Galaxy S સિરીઝ મોડેલોના લોન્ચ જાન્યુઆરીમાં યોજવામાં આવે છે.
સેમસંગ ગેલેક્સી A07 5G નું 4G વેરિઅન્ટ ભારતમાં ઓક્ટોબર 2025 માં સેમસંગ ગેલેક્સી F07 4G અને ગેલેક્સી M07 4G મોડેલની સાથે રજૂ કરવામાં આવ્યું હતું. તેની કિંમત રૂ. 8,999 રાખવામાં આવી છે.
ગેલેક્સી અનપેક્ડ પછી, ગેલેક્સી A-સિરીઝના વધુ બે લોન્ચ થશે તેમ કહેવાય છે. ટિપસ્ટર મુજબ, કંપની કથિત ગેલેક્સી A37 5G અને ગેલેક્સી A57 5G ની સામાન્ય કરતાં વહેલી લોન્ચની યોજના બનાવી રહી છે. જ્યારે તે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં લોન્ચ થાય છે, ત્યારે તેમનું લોન્ચિંગ એક મહિના પહેલા થઈ શકે છે, અને હેન્ડસેટ ફેબ્રુઆરી 2026 માં રજૂ કરવામાં આવી શકે છે.
ઉપરોક્ત મોડેલોને લગતી કોઈપણ વિગતો સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી. જોકે ટિપસ્ટરે તેમના ચિપસેટ્સ વિશે કેટલીક માહિતી આપી છે. સેમસંગ ગેલેક્સી A37 એક્ઝીનોસ 1480 પ્રોસેસર દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે, જે ગેલેક્સી A55, ગેલેક્સી F56 અને ગેલેક્સી M56 ને પણ પાવર આપે છે. આ ચિપસેટને Xclipse 530 GPU સાથે જોડી શકાય છે.
દરમિયાન, સેમસંગ ગેલેક્સી A57 માં Exynos 1680 પ્રોસેસર(જાહેર નહીં કરાયેલું), Samsung Xclipse 550 GPU પણ હોઈ શકે છે. ખાસ કરીને, આ જ ચિપ તાજેતરમાં બ્લૂટૂથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ (SIG) સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળી હતી. ગેલેક્સી A57 ને સેમસંગના ટેસ્ટ સર્વર અને IMEI ડેટાબેઝ પર મોડેલ નંબર SM-A576B/DS સાથે પણ જોવામાં આવ્યો હતો, જે દેશમાં તેના નજીકના ભવિષ્યમાં લોન્ચ તરફ ઈશારો કરે છે.
જાહેરાત
જાહેરાત
Operation Undead Is Now Streaming: Where to Watch the Thai Horror Zombie Drama
Aaromaley OTT Release: When, Where to Watch the Tamil Romantic Comedy Online