Realme 16 Pro સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. Realme 16 Pro સિરીઝમાં Realme 16 Pro અને Realme 16 Pro+ લોન્ચ કરાશે તેવી ધારણા છે.
Realme 16 Pro શ્રેણીમાં એક Pro અને એક Pro+ વેરિઅન્ટ શામેલ હોવાની શક્યતા છે
Realme 16 Pro સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. Realme 16 Pro સિરીઝમાં Realme 16 Pro અને Realme 16 Pro+ લોન્ચ કરાશે તેવી ધારણા છે. આગામી દિવસોમાં તેની લોન્ચ તારીખ અને સ્પેસિફિકેશન્સ અંગે વધુ જાણકારી મળશે. Realme 16 Pro સીરીઝના ફોન પહેલા જ ઘણી સર્ટિફિકેશન સાઇટ્સ પર દેખાયા છે. આગામી Realme 16 Pro ફોન Realme 15 Pro 5G નું સ્થાન લેશે, જે જુલાઈમાં સ્ટાન્ડર્ડ Realme 15 5G ઓપ્શન સાથે રજૂ કરવામાં આવ્યો હતો. હાલના લાઇનઅપમાં Pro+ વેરિઅન્ટ શામેલ નથી.
Realme 16 Pro સિરીઝના ટીઝરમાં, આપણે હેન્ડસેટની પાતળી પ્રોફાઇલ જોઈ શકાય છે, જેમાં સોનેરી રંગની મધ્યમ ફ્રેમ અને થોડો ઉપસેલો રીઅર કેમેરા મોડ્યુલ છે. આ Realme 16 Pro સિરીઝના ફોનમાંથી એક હોવાની અપેક્ષા છે.
મોડેલ નંબર RMX5121 ધરાવતો Realme સ્માર્ટફોન, ચીનની TENAA અને MIIT સર્ટિફિકેશન વેબસાઇટ્સ પર દેખાયો હતો જે Realme 16 Pro હોઈ શકે છે, તે ઇમેજમાં ફ્લેટ-ફ્રન્ટ ડિઝાઇન અને પાછળના પેનલના ઉપર-ડાબા ખૂણામાં સ્થિત ગોળાકાર ધાર સાથે ચોરસ કેમેરા ડેકોમાં દર્શાવવામાં આવ્યો હતો.
આ ફોનમાં 6.78-ઇંચ 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેનો રિફ્રેશ રેટ 144Hz છે, 2.5GHz પ્રોસેસર અને Android 16-આધારિત Realme UI 7 પર ચાલે છે, જેમાં 200-મેગાપિક્સલનો પ્રાથમિક રીઅર કેમેરા અને 50-મેગાપિક્સલનો ફ્રન્ટ શૂટર હોઈ શકે છે.
આગામી Realme 16 Pro હેન્ડસેટમાં 7,000mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોઈ શકે છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IR બ્લાસ્ટર રહેશે. લિસ્ટિંગ મુજબ, હેન્ડસેટની જાડાઈ લગભગ 7.75mm અને તેનું વજન લગભગ 192 ગ્રામ છે. અગાઉના લીક્સ પ્રમાણે તે ગ્રે, ગોલ્ડ અને પર્પલ કલરમાં મળશે. 12GB સુધીની રેમ અને 512GB સુધીના સ્ટોરેજ તેમાં મળી શકશે.
Realme 16 Pro+ મોડેલમાં પણ આ જ સપેસિફિકેશન્સ આવી શકે છે. લાગે છે કે તે Realme 14 Pro+ 5G નું સ્થાન લેશે જેને ભારતમાં જાન્યુઆરીમાં લોન્ચ કરાયો હતો. તેનો મોડેલ નંબર RMX5131 હોવાનું કહેવાય છે, Realme 16 Pro+ વર્ઝન કેમેલીયા પિંક, માસ્ટર ગોલ્ડ અને માસ્ટર ગ્રે ફિનિશમાં આવશે તેવી ધારણા છે. લોન્ચ અગાઉ Realme 16 Pro સિરીઝ અંગે વધુ જાણકારી બહાર આવશે.
જાહેરાત
જાહેરાત
Operation Undead Is Now Streaming: Where to Watch the Thai Horror Zombie Drama
Aaromaley OTT Release: When, Where to Watch the Tamil Romantic Comedy Online
Mamta Child Factory Now Streaming on Ultra Play: Know Everything About Plot, Cast, and More