એમેઝોન પ્રાઇમ ડે 2025 સેલમાં Samsung Galaxy Buds 3 Proમાં ઓફર
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી બડ્સ 3 પ્રો ભારતમાં 19,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો
Amazon Prime Day 2025 સેલમાં Samsung Galaxy Buds 3 Pro ઘટાડેલી કિંમતે મળશે. Samsung Galaxy Buds 3 Proમાં ચાર્જિંગ કેસ સાથે કુલ ૩૦ કલાકની બેટરી મળતી હોવાનો દાવો કરે છે. એરફોન્સ હાલમાં એમેઝોન પ્રાઇમ સેલમાં ડિસ્કાઉન્ટેડ ભાવે ઉપલબ્ધ છે.ભારતમાં આ સેમસંગ ગેલેક્સી બડ્સ 3 Pro જુલાઈ 2024માં વેનીલા ગેલેક્સી બડ્સ 3 સાથે લોન્ચ કરાયા હતા. લોન્ચ સમયે આ એરબડ્સની કિંમત રૂ. 14,999 જ્યારે પ્રો વેરિયન્ટની કિંમત રૂ. 19,99 હતી. આ પ્રો વર્ઝનના એરફોન્સ વેરિયન્ટ આવી રહેલા Amazon Prime Day 2025 સેલ કે જે ૧૨ જુલાઈથી શરૂ થઈ રહ્યું છે તેમાં મળી શકશે. સેલ શરૂ થાય તે પહેલાં ઈ કોમર્સ સાઇટ દ્વારા Galaxy Buds 3 Proમાં ઓફર જાહેર કરાઈ છે.
એમેઝોન દ્વારા Samsung Galaxy Buds 3 Proમાં ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે અને તેનો ભાવ રૂ. 10,999 રહેશે. આમ, તેની લોન્ચ સમયની કિંમત કરતાં તે રૂ. 9,000 ઓછામાં મળશે. આ સેલ પ્રાઈઝમાં બેંક ઓફરનો સમાવેશ થાય છે. SBI અને ICICI Bankના ખાતેદારોને સેલમાં 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
HSBC, HDFC અને Federal બેંક અને વનકાર્ડ ક્રેડિટ કાર્ડ હોલ્ડરને રૂ. 1,500 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ખરીદી કરનારને સેલ કિંમત ઉપરાંત કેશબેક ઓફર, કૂપન ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઈએમઆઈનો પણ લાભ મળશે. Samsung Galaxy Buds 3 Pro વ્હાઇટ અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. આ એરફોન્સ ટુ વે 10.5mm ડાયનેમિક ડ્રાઇવર ઉપરાંત 6.1mm પ્લાનર ડ્રાઇવરથી સજ્જ છે.
Samsung Galaxy Buds 3 Pro Bluetooth 5.4 અને ડ્યુઅલ ડિવાઇસ કનેક્ટિવિટી અને ઓટો સ્વીચ ફીચર ધરાવે છે. તેના ચાર્જિંગ કેસમાં 515mAh બેટરી અને દરેક એરફોન 53mAh સેલથી સજ્જ છે. તે AI આધારિત એમ્બિયન્ટ સાઉન્ડ મોડ,, વોઇસ ડાયરેકટ અને સાયરન ડિટેક્ટ ફીચર સાથે એક્ટિવ નોઈસ કેન્સલેશનની સુવિધા ધરાવે છે. તેમાં વધુ સારા કૉલ્સના અનુભવ માટે ત્રણ માઇક સિસ્ટમ હેઠળ કોલ નોઇસ રિડક્શન ઓફર કરે છે.
આ એરફોન્સ ૩૦ કલાક સુધી ચાલશે તેનો દાવો કરાયો છે. દરેક એરબડ્સનું વજન 5.4g ગ્રામ છે. જ્યારે તેના કેસનું વજન તેના એરબડ્સ સાથે 46.5 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત