એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. જેમાં, ઈ કોમર્સ કંપની દ્વારા અનેક ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે તેમાં, ઘરેલુ ઉપકરણોનો પણ સમાવેશ થાય છે.
Photo Credit: Samsung
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 અનેક બ્રાન્ડ્સના હોમ એપ્લાયન્સ ડિવાઇસ પર ડીલ્સ લાવે છે
તહેવારોની સિઝન આવી ગઈ છે ત્યારે ઘરેલુ ઉપકરણોની ઘરાકી પણ વધશે. આ ઘરાકીને ધ્યાનમાં લઈ દર વર્ષે એમેઝોન દ્વારા સેલ જાહેર કરાય છે. આ વર્ષે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. જેમાં, ઈ કોમર્સ કંપની દ્વારા અનેક ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે તેમાં, ઘરેલુ ઉપકરણોનો પણ સમાવેશ થાય છે.એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025: ઘરેલુ ઉપકરણો પર ડિસ્કાઉન્ટઈ-કોમર્સ જાયન્ટ હોમ એપ્લાયન્સિસ પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.સેલમાં વોશિંગ મશીન, ડીશવોશર, રેફ્રિજરેટર, માઇક્રોવેવ ઓવન, એર કન્ડીશનર, ચીમની સહિતના ઉત્પાદનો આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે. જેને કારણે ગ્રાહક બજબી ભાવે તેમને જરૂરી ઉપકરણો ખરીદી શકે. સેમસંગ, એલજી, ગોદરેજ, હાયર, હિટાચી અને બોશ જેવી કંપનીઓએ તેમના ઉત્પાદનોની વિશાળ શ્રેણી પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યા છે.
એમેઝોન પર સેલ હેઠળ માત્ર ભાવમાં જ ઘટાડો નહીં પણ અન્ય રીતે પણ ભાવમાં વધુ ઘટાડો મેળવી બચત કરી શકાય તે માટે ઓફર જાહેર કરાઈ છે. SBI ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ચુકવણી પર ખરીદી પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત 24 મહિના સુદીના નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા પણ ખરીદીનો વિકલ્પ પસંદ કરી શકાય છે.
અહીં અમે કેટલીક જાણીતી બ્રાન્ડના ઉપકરણોમાં અપાઈ રહેલા ડિસ્કાઉન્ટની માહિતી મેળવી છે. તે પ્રમાણે Samsung front-loading washing machine (9kg) કે જેની કિંમત રૂ. 50,990 છે તે આ સેલમાં રૂ. 28,240માં ખરીદી કરી શકો છો. LG ડબલડોર ફ્રીજ (655L)રૂ. 1,22,899 ને બદલે રૂ. 58,240માં, LG નું ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન (9kg) રૂ. 52,990 ને બદલે રૂ. 27,740માં, Samsung AI સ્માર્ટ રેફ્રિજરેટર (653L) રૂ. 1,21,000 ને બદલે રૂ. 60,240માં પડશે. Godrej ટોપ લોડિંગ વોશિંગ મશીન (8kg) રૂ. 34,000 ને બદલે રૂ. 14,240માં, Haier double door refrigerator (596L)રૂ. 1,21,890ને સ્થાનેરૂ. 50,240માં, Hitachi split AC (1.5 Ton)રૂ. 63,850ને સ્થાને રૂ. 25,950માં, Bosch Dishwasher રૂ. 52,990 ને સ્થાને રૂ. 35,500માં લઈ શકાશે. LG Convection oven (28L) જેની કિંમત રૂ. 16,990 છે તે માત્ર રૂ. 12,730માં લઈ શકાશે. Elica filterless chimney (60cm )રૂ. 28,990ને બદલે રૂ. 12,490માં લઈ શકાશે.
જાહેરાત
જાહેરાત