Photo Credit: Nothing
નથિંગ હેડફોન 1 કાળા અને સફેદ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે
Nothing Headphone 1 ભારતમાં 80 કલાકની બેટરી લાઈફ અને પારદર્શક ડિઝાઇન સાથે લોન્ચ કકરવામાં આવ્યા છે. Nothing Headphone 1ના નવા લોન્ચ કરાયેલા ફોનમાં નોઇસ કેન્સલેશન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને તે 42dB સુધી Active Noise Cancellation(ANC) ને સપોર્ટ કરે છે.Nothing Headphone 1ને ભારતમાં Nothing Phone 3 સાથે જ 1 જુલાઈ મંગળવારે લોન્ચ કરાયા હતા. ડિવાઇઝને પસંદગીના વૈશ્વિક બજારમાં પણ રજુ કરાયા હતા. કાન ઉપર રાખવાના આ હેડફોનમાં એક્ટિવ વોઇસ કેન્સલેશન અને 40mm ડાયનેમિક ડ્રાઇવર છે જેનો અવાજ બ્રિટિશ ઓડિયો કંપની KEF દ્વારા ટ્યુન કરાયો છે. તેઓ સિંગલ ચાર્જ સાથે AAC codec વાપરવામાં આવે ત્યારે 80 કલાક બેટરી ચાલશે અને LDAC audio વાપરવામાં આવે ત્યારે 54 કલાક બેટરી ચાલશે તેવો દાવો કરે છે. Headphone 1 Android અને iOS બંને ડિવાઈઝમાં વાપરી શકાય છે.
ભારતમાં Nothing Headphone 1 ની કિમંત રૂ. 21,990 રાખવામાં આવી છે. આ હેડફોન ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિન્ટસ, વિજય સેલ્સ, મિન્ત્રા, ક્રોમા સહિત અન્ય અગ્રણી રિટેઇલ સ્ટોરમાં મળી શકશે. જેનું વેચાણ 15 જુલાઈથી થશે. આ હેડફોન બ્લેક અને વ્હાઇટ કલરમાં મળશે. લોન્ચ ઓફરના ભાગરૂપે તે પ્રથમ દિવસે ગ્રાહકને રૂ. 19,999માં વેચાશે.
Nothing Headphone 1ના ફીચર્સ જોઈએ તો તે ટ્રાન્સ્પરન્ટ છે અને તેની બોડી લંબચોરસ અને વચ્ચેના ભાગમાં થોડી ઉપર ઉઠેલી અંડાકાર છે. તે 40mm dynamic drivers અને 42dB ANCથી સજ્જ છે. તેમાં વાતચીત કરતા પણ અન્ય અવાજથી દખલ ન થાય તે માટે નડે નહિ તે માટે ENC ધરાવતા 4 માઈક્રોફોન આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે આ હેડફોન બ્લુટુથ 5.3 અને AAC, SBC અને LDAC audio codecને સપોર્ટ કરે છે.
તે ડ્યુઅલ ડિવાઇસ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 5.1 અને iOS 13 અને તેની ઉપરના ડિવાઇસ પર ચાલશે. તેમાં ટચ કંટ્રોલને બદલે ટેક્ટાઈલ બટન્સ આપવામાં આવ્યા નથી. તેમાં તમને અવાજ ગોઠવવા, મીડિયા બદલવા અને ANC modes બદલવા માટે રોલર, પેડલ અને બટન આપવામાં આવ્યા છે. તેમાં 1,040mAhની બેટરી છે જે, USB Type-C port સાથે કપૂરો ચાર્જ થવામાં 120 મિનિટ લેશે. આ સાથે જ, 3.5 mmનો ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે . ANC વગર 5 મિનિટના ફાસ્ટ ચાર્જિંગથી 5 કલાક સુધી પ્લેબેકની મજા માણી શકાશે તેવો પણ દાવો કરાયો છે..
જાહેરાત
જાહેરાત